સુરેશ ભાલિયા, Khodaldham News : માં શક્તિની આરાધાનનું પર્વ આસો નવરાત્રી આજથી શરૂ થઈ, ત્યારે લેઉવા પટેલ સમાજના અસ્થાના કેન્દ્ર ખોડલધામ મંદિર (Temple) ખાતે પણ માં ખોડલની ભવ્ય રીતે પૂજા અર્ચના શરૂ થશે. આ તકે એક પદયાત્રાનું પણ આયોજન થયું હતું જેમાં નરેશ પટેલ (Naresh Patel)ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રથમ નોરતે ખોડલધામની પદ યાત્રા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિકો અને ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા કરી હતી. માં ખોડલના રથની સાથે ગરબા રમી શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાઈને ખોડલધામ મંદિરે પોહચ્યા પદયાત્રાનું સમાપન શ્રી ખોડલધામ મંદિરે કરવામાં આવ્યું.
વધુ વાંચો- પ્રેમીએ જેલમાં જીવન ટુંકાવતા તરુણીએ પણ કર્યો આપઘાત: રાજકોટ
આ તકે માં ખોડલની મહાઆરતી કરી મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પદ યાત્રામાં ધોરજીના કોંગ્રેસી ધારાસભ્ય લલીત વસોયા પણ પદ યાત્રામાં જોડાયા હતા. નવરાત્રિના નવ દિવસ દરમિયાન ખોડલધામ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં માતાજીને અવનવા શણગાર, હવન અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ આરાધના કરશે. આ સાથે મંદિર પરિસર લાઇટિંગથી ઝગમગી ઊઠશે.
ઉલ્લેખનીય છે કે, ખોડલધામ મંદિરમાં સતત 12 વર્ષથી નવરાત્રિમાં કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાઈ રહી છે.