Homeરાજકારણદરેક સમાજને વસ્તી ગણતરી પ્રમાણે ટિકીટ મેળવવાનો હક છે: કોંગ્રેસની યાત્રામાં ખોડલધામ...

દરેક સમાજને વસ્તી ગણતરી પ્રમાણે ટિકીટ મેળવવાનો હક છે: કોંગ્રેસની યાત્રામાં ખોડલધામ ખાતે નરેશ પટેલ

-

Khodaldham News : વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ (Congress) દ્વારા ચલો કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર યાત્રા યોજવામાં આવી છે. આ યાત્રાને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે રાજકોટથી પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રા રાજકોટ બાદ શાપર, ગોંડલ, વીરપુર થઈ ખોડલધામ મંદિરે પહોંચી હતી અને ત્યાં ખોડલધામ મંદિરે યાત્રાનું સ્વાગત કરાયું હતું.

આ તકે ખોડલધામના નરેશ પટેલ દ્વારા કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરનું ખોડલધામ મંદિરનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. તેમજ નરેશ પટેલ (Naresh Patel) સાથે બેઠક પણ થઈ હતી અને નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ખોડલધામ ટ્રસ્ટ ખાતે કોઈ પણ દર્શન કરવા આવી શકે છે. અહીંથી નીકળતા હતા ત્યારે મને આમંત્રણ આપતા મેં આમંત્રણ સ્વીકાર્યું. આજે કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. સમય આવ્યે રાજકીય ચર્ચા પણ કરીશું તેવું નરેશ પટેલે કહ્યું હતું.

જૂઓ ટિકીટ મામલે શું બોલ્યા નરેશ પટેલ

સાથે જ નરેશ પટેલે કહ્યું હતું કે, “મેં ક્યારેય ફીગર પર વાત નથી કરી, દરેક સમાજને પાટીદાર સમાજને એકને નહીં પણ દરેક સમાજને પોતાના અધિકારનો હક છે અને તેમને અધિકાર પ્રમાણે ટિકીટ મળે અને પોતાના સમાજના કામ કરી શકે, તેમજ દરેક સમાજને વસ્તી ગણતરી પ્રમાણે ટિકીટ મેળવવાનો હક્ક છે.”

વધુ વાંચો- કાલાવડ માર્કેટ યાર્ડમાં AAP એ શા માટે કર્યો હલ્લાબોલ જાણો

ખોડલધામ ખાતે માં ખોડલના દર્શન કર્યા બાદ શક્તિસિહે મીડીયા સાથે વાત કરતાં ભાજપની જાટકણી કાઢતા કહું હતું કે ભાજપની સરકારમાં તમાંમ સ્તર ના લોકો ત્રાસી ગયા છે, મોંઘવારી એ માજા મૂકી છે. ત્યારે જે લોકો દેશનું ભલું ઇચ્છતા હશે તે તમામ કોંગ્રેસની સાથે છે.

ત્યાર બાદ યાત્રા જેતપુર જવા નીકળી હતી અને જેતપુર માં પણ યાત્રા નું સ્વાગત કરાયું હતું. આ યાત્રામાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહેલ, કાર્યકારી પ્રમુખ લલિત કગથરા, ધારાસભ્ય અમરીશ ડેર ,ઋત્વિજ મકવાણા, હર્ષદ રિબડીયા, લલિત વસોયા સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...