Homeગુજરાતખેડૂતોની આવક નહીં ખર્ચ ડબલ કર્યો સરકારે, મુખ્યમંત્રીને પત્ર લખી આંદોલનની ચીમકી...

ખેડૂતોની આવક નહીં ખર્ચ ડબલ કર્યો સરકારે, મુખ્યમંત્રીને પત્ર લખી આંદોલનની ચીમકી ઉચ્ચારતા પાલ આંબલીયા

-

ખેડૂત સમાચાર, આજના તાજા સમાચાર ગુજરાતNews Gujarati Today : ગુજરાત Gujarat સહિત દેશભરમાં મોંઘવારીનો ફટકો પ્રજા સહન કરી રહી છે. ત્યારે મોંઘવારી નો ફટકો ખેડૂતો પર પણ પડી રહ્યો છે. પરંતુ કિસાન કોંગ્રેસના આગેવાન પાલ આંબલિયા Pal Ambaliya દ્વારા મુખ્યમંત્રી CM અને કૃષીમંત્રીને લખાયેલા પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરકાર જનતાની તિજારીના હજારો કરોડ રૂપિયા ખાતરની સબસીડીના નામે કંપનીઓને આપે છે, ખેડૂતોની આવક ડબલ ના બદલે ખર્ચ ડબલ કરી દિધો છે, સહકારી કંપનીઓનાઉત્પાદનમાં ઘટાડો કરાવી ખાનગી કંપનીઓને ખટાવવા સરકારે કારસો રચ્યો છે અને ખેડૂતોની અને જનતાને બરબાદ કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારે સોપારી લીધી છે તેમ લાગે છે.

ગુજરાત કિસાન કોંગ્રેસ Gujarat Kisan Congress ના ચેરમેન પાલ આંબલિયા એ આજરોજ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષી મંત્રીને પત્ર લખી ખાતરનો ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ પત્રમાં તેમણે સણસણતા આક્ષેપ કર્યા છે કે, “રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે મળીને ઉદ્યોગકારોને મદદ કરવા માટે ખેડૂતોને Khedut બરબાદ કરવાની જાણે સોપારી લીધી હોય તેવું લાગી રહ્યું છે. રોજબરોજ સરકારની ખેડૂતલક્ષી નીતી ખેડૂત વિરોધી બની રહી છે, ખેડૂતો ખેત ઉત્પાદન માટે જે વસ્તુ વાપરે છે જેવી કે ખાતર, દવા, બિયારણ, ડીઝલ, ખેત ઓઝારો મજૂરી વગેરેના ભાવ રાતે ન વધે એટલા દિવસે અને દિવસે ન વધે એટલા રાતે વધી રહ્યા છે. આમાં જાણે રાજ્ય સરકારનો કોઈ અંકુશ ન હોય તેમ છેલ્લા 7 વર્ષમાં ખેત ઉત્પાદિય વસ્તુના ભાવ 4 થી 5 ગણા વધ્યા છે. જ્યારે ખેડૂતોની ખેત જણસના ભાવ ઠેરના ઠેર છે જેના કારણે 2022 માં ખેડૂતોની આવક ડબલ થવાના બદલે ઉત્પાદન ખર્ચ ડબલ અને આવક અડધી થઈ ગઈ છે”.

ખેડૂત સમાચાર/ ખેડૂતોની આવક નહીં ખર્ચ ડબલ કર્યો સરકારે: પાલ આંબલીયા

રાસાયણિક ખાતરના વધતા ભાવ મામલે પણ તેમણે સરકારને આડે હાથ લેતા તેમણે આક્ષેપ કર્યા છે કે, છેલ્લા એક-દોઠ વર્ષમાં ખાતરના ભાવ 4 થી 5 વખત વધી ગયા છે. જ્યારે જ્યારે ખાતરનો ભાવ વધારો આવ્યો ત્યારે ત્યારે કેન્દ્રીય મંત્રી, રાજ્યના મંત્રી ગુજકોમાસોલ ના ચેરમેન, ઈફકો, ક્રિભકોના ચેરમેનશ્રીઓ મીડિયા સામે આવ્યા ખેડૂતોને નઠારા આશ્વાસન આપ્યા કે “‘”અમે કંપનીઓને સબસીડી આપી દઈશું ખાતરનો ભાવ વધારાનો માર ખેડૂતોએ સહન કરવો પડશે નહીં””  દરેક વખતે સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે અમે કંપનિઓને સબસીડી આપશું એટલે ખેડૂતોને ખાતરના ભાવ વધારાનો બોઝ સહન કરવો પડશે નહીં અને બીજી બાજુ થાય છે શું સરકાર જનતાની તિજોરીમાંથી હજારો કરોડોની સબસીડી કંપનીઓને આપે છે અને તેની સામે ખેડૂતોએ ભાવ વધારોનો બોજ પણ સહન કરવો પડે છે.   

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના વચનોને યાદ કરાવતા પાલ આંબલિયા એ આક્ષેપ કર્યો કે, નરેન્દ્રભાઈ કહેતા હતા કે,”જનતાની તિજોરી પર કોઈનો પંજો પડવા નહીં દઉં” એજ નરેન્દ્રભાઈ મોદી અત્યારે જનતાની તિજોરીમાંથી રૂપિયાના ખોબે ખોબા ભરીને ખાનગી કંપનીઓના ખિસ્સામાં ઠાવલી રહ્યા છે પહેલા પ્રધાનમંત્રી પાકવીમાં યોજના અંતર્ગત પ્રીમિયમ પેટે હજારો નહીં લાખો કરોડો રૂપિયા ખાનગી કંપનીઓને આપી માલામાલ કર્યા બાદ હવે ખેડૂતોને ખાતરના ભાવ વધારાનો બોજ વહન ન કરવો પડે તેવા બહાના તળે ખાતર ઉત્પાદક કંપનીઓને જનતાની તિજોરીમાંથી હજારો કરોડો રૂપિયાના ખોબાઓ ભરી ખાતર ઉત્પાદક કંપનીઓને સબસીડીના નામે આપવામાં આવી રહ્યાં છે.

ખાતર ઉત્પાદક કંપનીઓને સબસીડી Fertilizer Subsidy પેટે  સરકારે ચૂકવેલી રકમના કથિત આંકડા સાથે પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ખાતર ઉત્પાદક કંપનીઓને વાર્ષિક સબસીડી પેટે  રૂપિયા 71409 કરોડ, ત્યારબાદ રૂપિયા 14750 કરોડ ત્યારબાદ રૂપિયા 28650 અને છેલ્લે એક મહિના પહેલા અંદાજે રૂપિયા 20,000 કરોડ જેટલા આપ્યા એમ મળીને એક જ વર્ષમાં 1 લાખ 35 હજાર કરોડ રૂપિયા જેટલી સબસીડી ખાતર ઉત્પાદક કંપનીઓને આપવામાં આવી છે. કહેવાતી ડબલ ઇન્જીનની સરકાર, કહેવાતી ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ સરકારની ચાલ ચલગત ખેડૂતો સમજી ગયા છે  ખેડૂતોને મુંઝવતા સવાલ આપ સમક્ષ મુકવા માંગુ છું કે જો રૂપિયા 1 લાખ 35 હજાર કરોડ રૂપિયા ખાતર ઉત્પાદક કંપનીઓને સબસીડી પેટે આપ્યા તો ખાતર નો ભાવ કેમ વધ્યો….? અને જો ભાવ વધ્યો તો ખાતર ઉત્પાદક કંપનીઓને રૂપિયા 1 લાખ 35 હજાર કરોડ સબસીડી શા માટે આપી…..?

કિસાન કોંગ્રેસ આ મામલે આગામી સમયમાં આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારતા પાલ આંબલિયાએ સરકારને પત્ર લકી ખાતરના ભાવ સહિતાના ખેડૂતોના પ્રશ્ને સરકારને ઢંઢોળવા પ્રયાસ કર્યો હતો.

Must Read