Homeગુજરાતરાજકોટરાજકોટમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે માત્ર 3 રજીસ્ટ્રેશન ? વાંચો ખેડૂત...

રાજકોટમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે માત્ર 3 રજીસ્ટ્રેશન ? વાંચો ખેડૂત આગેવાન શું કહે છે

-

Khedut News Gujarat : રાજ્યમાં એક બાદ એક વિભાગના કર્મચારીઓ હડતાળ કરી રહ્યાં છે, ત્યારે VCE (VCE Strike)પણ રાજ્યભરમાં હડતાળ પર ઉતરી ગયા છે. ત્યારે ખેડૂતો (farmers)ને આ હડતાળની સીધી અસર પહોંચી રહી છે. આ મામલે ખેડૂત આગેવાન દિલીપ સખીયા (Dilip Sakhiya) દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. સખીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળીનું મોટું ઉત્પાદન થાય છે. ત્યારે હવે પાકનું વેચાણ કરવાનો સમય આવ્યો છે અને સરકાર દ્વારા મગફળીના પાકનું રજીસ્ટ્રેશન મંદ ગતીએ થઈ રહ્યું છે.

સાથે જ દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, મંદ ગતીએ ચાલતી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સાથે જ VCE કર્મચારીઓની હડતાળને કારણે ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે.

વધુ વાંચો- 400 અને 800 અમદાવાદની સિટી બસ પ્રધાનસેવકના કાર્યક્રમમાં વ્યસ્ત રહેશે, સમાન્ય લોકોને પડી શકે છે હાલાકી

આ મામલે ખેડૂત આગેવાન દિલીપ સખીયાએ તેવું પણ જણાવ્યું કે, અમે અનેક રજૂઆતો કરી છે કે, ખેડૂતો વાવણી કરતા હોય ત્યારથી જ રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવે. આવું કરવાથી ખેડૂતને પોષણક્ષમ ભાવ મળશે અને ઝડપી કામગીરી થશે. પરંતુ સરકાર અમારી એક પણ વાત માનતી નથી અને તેના કારણે ખેડૂતોને હાલાકી અને નુકસાની વેઠવી પડે છે.

સખીયાએ ઉમેર્યું હતું કે, રાજકોટ જિલ્લામાં મગફળી રજીસ્ટ્રેશનના બીજા દિવસે માત્ર 3 જ રજિસ્ટ્રેશન થયા છે. ગત વર્ષે સરકારે ટેકાનો ભાવ મગફળી માટે રૂપિયા 1110 જાહેર કર્યો હતો. જ્યારે હવે મોંઘવારી પણ વધી છે તો, સરકારે ભાવ પણ 8 થી 10 ટકા વધારવો જોઈએ.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...