35 C
Ahmedabad

દારૂના નશામાં ટાવર પર ચઢી યુવાને પ્રગટ કરી દેશ ભક્તિ: ખેડા

Published:

Kheda News Gujarati ખેડા : ગુજરાતમાં કાયદેસર રીતે દારૂબંધી છે તે વાતથી લગભગ કોઈ અજાણ ન હોય. પરંતુ દારૂબંધીનું પાલન કેવું થાય છે તે વાતથી પણ કોઈ અજાણ નહીં હોય. ત્યારે ખેડામાં તો દારૂબંધી ટાવર પર ચઢીને પોકારી રહી હતી તેવી ચર્ચા ચાલી રહી છે.

ખેડામાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવાને દારૂના નશામાં ધુત થઈ આખા ગામને માથે લીધું હતું. નશામાં ધુત યુવાને દેશભકિતના રંગમાં રંગાઈ ટાવર પર ચઢી ખુબ ઉંચા અવાજે વંદે માતરમના નારા લગાવ્યા હતા.

nadiad Kheda drunked guy climbed up on bsnl tower and shouting vande mataram bharat mataki jay slogan

દારૂના નશામાં ધમાલ કરવાના અગાઉ પણ કેટલાક વિડીયો Video સોશિયલ મીડિયા Social Media મારફતે સામે આવ્યા છે. તાજેતરમાં જ જામનગરની એક યુવતીનો કિસ્સો પણ સામે આવ્યો હતો. ત્યારે હવે નડિયાદ જિલ્લાના ખેડામાં દારૂ પી ડિંગલની ઘટના સામે આવી છે. ખેડામાં યુવાન દારૂના નસામાં ટાવર પર ભરી ગયો અને ‘વંદે માતરમ’, ’ભારત માતા કી જય’ના નારા લગાવતો જોવા મળ્યો હતો. યુવાનની આ હરકતે લોકોના ટોળા એક્ત્રીત કરી દીધા હતા. લોકોમાં રમૂજ પણ હતી અને યુવાનના જીવના જોખમને કારણે ચિંતા પણ હતી.

nadiads Kheda drunked guy climbed up on bsnl tower and shouting vande mataram bharat mataki jay slogan

આ ઘટના નડિયાદના અમદાવાદી દરવાજા પાસેના કબ્રસ્તાન ચોકડી પાસેની છે. જ્યાં બી.એસ.એન.એલ.ના ટાવર પર યુવાને ચઢી જઈ ઉધામા મચાવ્યા હતા. સ્થાનિકોએ સમજાવટ કરી મહામહેનતે યુવાને નીચે ઉતાર્યો હતો. પોલીસને પણ જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને યુવાનની અટકાયત કરવામાં આવી હતી.

Related articles

Recent articles