Homeગુજરાતવરસાદ વચ્ચે તંત્રની બેદરકારીને પગલે ખંભાળીયામાં છકડો રિક્ષા ખૂંપી: દેવભૂમિ દ્વારકા

વરસાદ વચ્ચે તંત્રની બેદરકારીને પગલે ખંભાળીયામાં છકડો રિક્ષા ખૂંપી: દેવભૂમિ દ્વારકા

-

Khambhaliya News ખંભાળીયા : દેવભૂમિ દ્વારાકા (Devbhumi Dwarka)ના ખંભાળીયામાં ગઈકાલે 30 જૂનના રોજ ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં નગરતંત્રની પોલ ખુલી પડી ગઈ હતી.

ખંભાળીયામાં ગઈકાલે વરસેલા વરસાદના કારણે સ્થાનિક તંત્રની લાપરવાહી સામે આવી હતી. જૂના સલાયાના નાકાથી સુખનાથ મહાદેવ વાળા પુલ સુધી ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું. આ ડાયવર્ઝન પુલ વરસાદના કારણે પાણીમાં ધોવાય જાય તેવી સ્થિતી સર્જાઈ હતી.

દરમિયાન આ પુલ પરથી રાહદારીઓને જોખમ ખેડી પસાર થવું પડે તેવી સ્થિતી જોવા મળી હતી. જેમાં 3 લોકોની સવારી સાથે છકડો રિક્ષા તો ખૂંપી ગઈ હતી. છકડો રિક્ષા ખૂંપી જતા સ્થાનીક લોકોએ મદદ કરી રિક્ષા સાથે લોકોને ઉગારી લીધા હતા.

વધુ વાંચોસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વામી વિવેકાનંદનું સ્ટેચ્યુ ધરાશાયી: રાજકોટ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...