Homeગુજરાત6 વર્ષથી બાવળ સાથે બાંધેલા મહેશની વ્હારે આવ્યા લોકપ્રિય ખજૂરભાઈ/ સરાહનીય

6 વર્ષથી બાવળ સાથે બાંધેલા મહેશની વ્હારે આવ્યા લોકપ્રિય ખજૂરભાઈ/ સરાહનીય

-

Khajurbhai News બોટાદ : ગુજરાતના યુવાન નીતિન જાની જેઓ યુટ્યૂબર ખજૂરભાઈના નામથી પ્રખ્યાત છે. તેઓ સામાજિક કાર્યકર તરીક પણ રાજ્યમાં ઉભરી રહ્યાં છે. લોકો ખજૂરભાઈના નાટક સાથે તેમની સેવાકિય પ્રવૃતિથી પણ ખુબ પ્રભાવીત છે. જિગલી એન્ડ ખજૂર Jigali Khajurના નાટકને કારણે નિતીન જાની દર્શકોના દિલમાં વસી ગયા હતા. બાદમાં તેઓએ સેવાનો નિર્ધાર કરી લોકોની મદદ શરૂ કરી છે.

નિતીન જાની ઉર્ફ ખજૂરભાઈ સેવાકીય પ્રવૃતિ ચલાવી રહ્યાં છે. કેટલાય લોકોના ઘર બનાવી આપ્યા તો કેટલાય લોકોને મદદરૂપ થયા તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી. તેમના આ કાર્યએ તેમને ગુજરાતના સોનુ સૂદ બનાવી દિધા છે. ત્યારે ફરી એકવાર ખજૂરભાઈ લોકોની વાહ વાહી લૂંટી રહ્યાં છે. કારણ કે તેઓએ બોટાદ જિલ્લાના સરવા ગામમાં માનસિક રીતે અસ્થિર યુવાનની મદદ કરી તેના પરિવારને ઘરનું ઘર બનાવી આપી માનવતાની મિસાલ કાયમ કરી છે.

6 વર્ષથી બાવળ સાથે બાંધેલા મહેશની વ્હારે આવ્યા લોકપ્રિય ખજૂરભાઈ – Jigli Khajur

पेड़ के नीचे 6 साल से बंधे हुए है
चलो इनका घर बनाते है🙏🏼

Posted by Nitin Jani on Wednesday, 25 May 2022

બોટાદ જિલ્લાના સરવા ગામથી 30 કિલોમીટર દૂર તેમજ સાળંગપુરથી 40 કિલોમીટર દૂર સ્થીત છે. આ ગામના મહેશ અણિયાણિયા નામનો 22 વર્ષીય યુવક 6 વર્ષથી બાવળના વૃક્ષ નીચે બંધાઈને રહેતો હતો. ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસાનો વરસાદ પણ તેને આ વૃક્ષને જ વળગી જીવન ગુજારવું પડતું હતું. પરંતુ દયનીય સ્થિતિમાં પરિવારની પડખે કોઈ મદદે આવ્યું નહીં.

ખેતી કરી ગુજરાન ચલાવતા પ્રાગજીભાઈના બે પુત્રમાંનો એક પુત્ર એટલે મહેશ. મહેશના પિતા પ્રાગજીભાઈના કહેવા મુજબ, ‘મહેશ છેલ્લાં 6 વર્ષથી નગ્ન અવસ્થામાં ઝાડ સાથે બાંધેલી હાલતમાં રહે છે. તેની માનસિક સ્થિતિ પણ ખૂબ ખરાબ છે.’ તેના મા-બાપની સ્થિતિ પણ ખૂબ ખરાબ છે. છતાં કોઇ પણ વ્યક્તિ તેઓની વ્હારે આવ્યું નહીં.

આ માહિતી મળતાની સાથે જ આપણા ખજૂરભાઈ પોતાની ટીમ સાથે સરવા ગામ પહોંચી ગયા હતા. ખજૂરભાઈએ પ્રાગજીભાઈ અને મહેશની મુલાકાત કરી હતી. મહેશની મુલાકાત દરમિયાન માનસિક રીતે અસ્થિર મહેશે પથ્થર ફેંકવાની પણ કોશીશ કરી હતી પરંતુ કોમળ હ્રદયે ખજૂરભાઈએ તેને પાણી પિવડાવી સાંત્વતના આપી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ખજૂરભાઈની ટીમ દ્વારા હાલ મહેશ અને તેના પરિવાર માટે મકાન, પાણી અને લાઈટની વ્યવસ્થા કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ખજૂરભાઈની સરાહનીય સેવાભાવનાથી ગામના લોકો પ્રભાવિત થયા હતા, જ્યારે ખજૂરભાઈ પીડિત મહેશની હાલત જોઈ દુઃખી થયા હતા.

ખજૂરભાઈની ઈડલી કોમેડી ગુજરાતીમાં આ રહી…

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...