Homeગુજરાતકન્યા શાળા બાદ 39 વાડી શાળા બંધ; પાલ આંબલિયા આકરા પાણીએ: દેવભૂમિ...

કન્યા શાળા બાદ 39 વાડી શાળા બંધ; પાલ આંબલિયા આકરા પાણીએ: દેવભૂમિ દ્વારકા

-

Devbhumi Dwaraka News in Gujarati at Satyamanthan

દેવભૂમિ દ્વારકા, તા.20: રાજ્યમાં શિક્ષણના સ્તર અને સરકારી શાળાઓ બાબતે અવારનવાર પ્રશ્નો ઉઠતા રહે છે. એજ રીતે હવે દેવભૂમિ દ્વારકામાં (Devbhumi Dwarka) કુલ 39 વાડી શાળાઓ બંધ થતા વિરોધના શૂર ઉઠ્યા છે. સાથે જ ભાટિયાની કે.જી.બી.વી. કન્યા વિદ્યાલાય (KGVB) પણ બંધ કરવામાં આવેલ છે તે બાબતે પણ આંદોલન (Protest) છેડવાની વાત ખેડૂત નેતા પાલ આંબલિયા (Pal Ambaliya) દ્વારા કરવામાં આવેલ છે.

કિસાન કોંગ્રેસના પ્રમુખ (Gujarat Kisan Congress) પાલ આંબલિયા જણાવે છેકે, દ્વારકાના ખંભાળિયામાં (Khambhaliay) 14, કલ્યાણપુરમાં (Kalyanpur) 19 અને ભાણવડમાં (Bhanvad) 3 વાડી શાળાઓ બંધ કરવામાં આવી છે. સાથે જ ભાટિયાની KGBV કન્યા વિદ્યાલય બંધ કરવામાં આવેલ તે બાબતે 13 દિવસના ઉપવાસ આંદોલન કર્યા હતા. પરંતુ તેમાં પણ ભાજપના આગેવાનો દ્વારા દિકરોની માત્ર આશ્વાસન મળ્યું છે. આજ સુધી કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવેલ નથી.

આ બબાતે કોંગ્રેસની (Congress) વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ. (NSUI) તેમજ ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને સાથે રાખી 20-09-2021ના રોજ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. પાલ આંબલિયાએ વિદ્યાર્થીઓ અને વાલીઓને હાજર રહેવા અપિલ પણ કરી હતી.

Must Read