Homeલાઈફ સ્ટાઇલકેદારનાથ જવા માટેના નિયમો,હેલિકોપ્ટરનુ ભાડું અને બુકિંગ કેવી રીતે કરવું જાણો |...

કેદારનાથ જવા માટેના નિયમો,હેલિકોપ્ટરનુ ભાડું અને બુકિંગ કેવી રીતે કરવું જાણો | kedarnath yatra 2021 heli service

-

કેદારનાથમાં હેલી સર્વિસની આજથી શરૂઆત – Kedarnath yatra 2021 – Heli service will start from Today.

શુક્રવારથી કેદારનાથ ધામ માટે હવાઈ સેવા શરૂ થઈ છે. હેલી સેવા ચલાવવા માટે ડીજીસીએની(DGCA) પરવાનગી મેળવવામાં આવી છે. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UCADA) એ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.અને યાત્રીકોને કોઇપણ તકલીફના પડે તેના માટે પણ ઉતરાખંડ સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.

UCADA – ના સીઈઓ (CEO) સ્વાતિ ભદૌરિયાએ જણાવ્યું કે કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવા ગુપ્તકાશી ફાટા અને સિરસી હેલિપેડથી 1 ઓક્ટોબરથી શરૂ થઈ છે. આ માટે ત્રણેય હેલિપેડ કાર્યરત રહે તેમાટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

હેલિકોપ્ટર સેવા દ્વારા કેદારનાથની યાત્રાએ જતા મુસાફરોને પણ કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. હેલીપેડનું નિરીક્ષણ કર્યા પછીજ હેલિકોપ્ટર સેવા ચલાવવા માટે ડીજીસીએ પાસેથી પણ પરવાનગી લેવામાં આવી છે. કેદારનાથની યાત્રા કરતા યાત્રાળુઓએ, હેલિકોપ્ટર સેવાનો ઉપયોગ કરવામાં માંગતા હોય તો પહેલા હેલી સેવા માટે ટિકિટનું બુકિંગ https://heliservices.uk.gov.in વેબસાઇટ પર કરવાનું રહેશે.

દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને કમિશનર ગઢવાલ રવિનાથ રમને જણાવ્યું હતું કે, નોંધણી કરાવ્યા બાદ હેલી સેવા દ્વારા કેદારનાથની મુલાકાત લેનાર મુસાફરોને ઈ-પાસ પણ આપવામાં આવશે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને સૂચનાઓ આપવામાં આવી હતી કે જો કોઈ પેસેન્જર ન આવે તો અન્ય રજિસ્ટર્ડ મુસાફરોને પાસ કાઢી આપવાના રહેશે.

હેલિકોપ્ટર સેવાનો ઉપયોગ માટે લેવામાં આવતું ભાડું –

  • ગુપ્તકાશી થી કેદારનાથ 7750 રૂપિયા
  • ફાટાથી કેદારનાથ 4720 રૂપિયા
  • સિરસીથી કેદારનાથ 468 રૂપિયા

Must Read