કવિ પરિચય
કવિ નામ: વિજય બી. પારેગી
પૂરૂં નામ: વિજયકુમાર ભીખાભાઈ પારેગી
જન્મ તારીખ: ૦૧/૦૬/૧૯૮૬
અભ્યાસ: એમ.એ., બી.ઍડ્.
વ્યવસાય: શિક્ષક
હાલનું સરનામું: ઊંઝા (મહેસાણા)
સંપર્ક નંબર: ૯૪૨૬૩ ૬૮૮૯૬
સર્જન વિશે: કાઈકુ, અછાંદસ અને લેખ
કાઈકુ
વર્ષો વીત્યાં હાસ્યનાં
હસાવ નહીં
છું દર્દનો દરિયો
*
પ્રજા નિર્માલ્ય તણી
ન ક્રાન્તિ જોશ
ગુલામીમાં દિ’ ગુજરે
*
સુખની દુનિયામાં
ભભકો શાનો
નથી અમર કોઈ
*
ભણેલ ગણેલ હું
અંધ વિશ્વાસી
તો ઉદ્ધાર ક્યાંથી?
*
વહે લાશો જળમાં
અહંકારીની
મરી છે માનવતા
*
ધર્મના નામે ડખા
રાજરમતે
ભડકે બળે દેશ
– વિજય બી. પારેગી
કવિ મુળ બનાસકાંઠા જિલ્લાના માડકા ગામના વતની. ઉંઝાની નજીક પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હોવાથી તેઓ ઉંઝા આવીને વસ્યા છે. ‘જ્ઞાનદર્શન’ નામની કોલમ રખેવાળ દૈનિકમાં ચલાવેલી જેમાં ઐતિહાસિક લેખ લખી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી સાહિત્ય પુરું પાડેલું. ૨૦૦૧માં રખેવાળ દૈનિકના ‘ચર્ચામંચ’માં બે લેખને સ્થાન મળ્યું હતું. વિવિધ સમાચાર પત્રોમાં સામાજિક, રાજકીય અને દિન વિશેષના આજ સુધી ૭૦ થી વધુ વૈચારિક લેખ છપાઈ ચુકયા છે. તેમના કાઈકુમાં વિસ્મય, વેદના, કટાક્ષ જોવા મળે છે. તેમની રચનાઓની બે પંક્તિઓ….
“વિરહના વિરાટ રણમાં વિહરતો હતો હું,
તારી એક યાદ મૃગજળ બની ‘વિરહી’ની તરસ છીપાવી ગઈ.”
“નાજુક હૃદયના લોકોથી, સાચમ સાચ રોઈ દેવાય છે.
ને હર્યા ભર્યા ઘરમાંય પછી તો, એકાંત કોરી ખાય છે.”
– વિજય બી. પારેગી
કાવ્ય સર્જનની સાથે સાથે જનક્રાન્તિ સર્જે એવી ધારદાર શૈલીનું લેખન કરતા લેખક પોતાના વિચારો જલદી પુસ્તકરૂપે આપે એવી શુભેચ્છાઓ…