Kavi ni Kavita – કવિ પરિચય
કવિ નામ: મનોજકુમાર પંચાલ ‘મન’
પૂરૂં નામ: પંચાલ મનોજકુમાર રમણલાલ
જન્મ તારીખ: ૦૫/૧૨/૧૯૭૪
અભ્યાસ: પી.ટી.સી., બી. એ. ( ગુજરાતી)
વ્યવસાય: પ્રાથમિક શિક્ષક
હાલનું સરનામું: નં-૭૩, અક્ષતમ-૩, સધી માતાનાં મંદિરની બાજુમાં, ગઠામણ રોડ, પાલનપુર જિ. બનાસકાંઠા – ૩૮૫૦૦૧
સંપર્ક નંબર: ૯૭૩૭૧૦૦૬૮૦
સર્જન વિશે: ગીત, ગઝલ, હાઈકુ, મુક્તક, અછાંદસ
હાઈકુ
સાંજ ઢળતી
સૂરજ સંગ, ચાંદ
મિલન વેળાં.
***
રંગો બદલ્યાં
મોસમે, કુદરત
પ્રેમને સંગ.
***
સંધ્યાકાળે જે
જતાં, લોકો ઘરમાં
ચાંદને જોતાં.
***
હોઠ બીડાય
સૂરજ ને ચાંદનાં
આભ રંગાતું.
***
ચાંદ, સૂરજ
તારાં, આપે ગવાહી
પ્રેમની વાતે.
***
મિલન થયું
સમયે, સાંજ બની
પ્રણય ખાસ.
– મનોજકુમાર પંચાલ ‘મન’
કવિ મુળ મહિસાગર જિલ્લાના વિરણીયા ગામના વતની. કવિ પ્રાથમિક શાળામાં શિક્ષક હોવાથી પાલનપુર આવીને વસ્યા છે. તેમની પાસેથી ‘ઓહ! રિવાજો’, ‘પૃષ્ટિ પંથ’ અને ‘કમલોત્સવ’ નામે સહિયારા પુસ્તકો મળ્યા છે. કવિએ કોરોના કાળમાં અનેક વેબ કવિ સંમેલનમાં જોયા છે. રાષ્ટ્રીય કલા કેન્દ્રના અંકો તેમની રચનાઓ પ્રસિદ્ધ થયેલ છે. ‘ગાંધી કવિ સંમેલન’માં ગાંધીજી વિશે કવિતા રજુ કરી પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે. કવિની રચનાઓ શોપીઝન, સ્ટોરી મીરર, મહેફિલ પરિવાર ટ્રસ્ટની સાહિત્ય સર્જનમાં પ્રસિદ્ધ થઈ છે. સાથે સાથે ન્યુઝ ઑફ ગાંધીનગર, રખેવાળ, લોકશાહીની કલમે, વતનની વાત, કેપીટલ વર્તમાન જેવા સમાચાર પત્રોમાં કવિની રચનાઓ પ્રસિદ્ધ થતી રહે છે. મને ગમતી પંક્તિઓ….
“બંધન મમતાનું કોઈ તોડી શકશે નહીં,
દેવોને પ્યારી મા કોઈ છોડી શકશે નહીં.
ચરણોમાં સ્વર્ગને દિલમાં મમતાનું ઝરણું,
માની તોલે જગમાં કોઈ આવી શકશે નહીં.”
“એક પણ વાત છે ક્યાં છાની ?
હાથની છાપમાં વણાયો છું.”
કવિ રચનાઓ બાળકો, યુવાનો અને વડિલોના મુખે ગવાતી રહે તેવી શુભેચ્છાઓ….