Kavi ane Kavita Gujarati Column by Jetsibhai GramShilpi
કવિ પરિચય
કવિ નામ: મહેન્દ્ર પરમાર “ફોરમ”
પૂરું નામ: પરમાર મહેન્દ્રકુમાર ડાહ્યાભાઈ
જન્મ તારીખ: ૨૦/૦૯/૧૯૭૯
અભ્યાસ: પી. ટી. સી., ડબલ એમ. એ.
વ્યવસાય: શિક્ષક
હાલનું સરનામું: ૪૨- ‘માહીવિલા’, સિદ્ધિવિનાયક સોસાયટી, સાંપારોડ, ભુરાવાવ, ગોધરા, જિલ્લો: પંચમહાલ – ૩૮૯૦૦૧
સંપર્ક નંબર: ૯૯૦૯૮૦૩૩૯૩
સર્જન વિશે: કવિતા, ગઝલ, આર્ટિકલ, સંશોધન લેખો, અન્ય સર્જન
કવિ અને કવિતા – સંપાદક: જેતસીભાઈ ગ્રામશિલ્પી Kavi ane Kavita

ગઝલ: શું કરુ !
લાગણી મારી ઘવાશે શું કરું,
મહેન્દ્ર પરમાર “ફોરમ”
કાયમી જુદા થવાશે શું કરું.
વાયદા તારા નકામા નીકળે,
પાંપણે થાકી જવાશે શું કરું.
વાહવાહીમાં ખપાવી માપશે,
વાત મારી ત્યાં કપાશે શું કરું.
પારકાઓ મારશે એ ભ્રમ હતો,
આજ ઘરનાથી મરાશે શું કરું.
જો હજુ પણ એકલો તારા વગર,
એટલે ભાંગી પડાશે શું કરું.
તું કહે તો છોડવા તૈયાર છું,
પણ કબર મારી ચણાશે શું કરું.
તે જ તો કીધું હતું સાથે જ છું,
વાયદા ખોટા પડાશે શું કરું.
કવિ મુળ પંચમહાલ જિલ્લાના ભલાણીયા ગામના વતની. કવિની પ્રથમ વખત ૨૦૦૨ ના વર્ષમાં ‘કવિ’ ત્રિમાસિકમાં ‘ગમે છે’ રચના પ્રસિદ્ધ થઈ હતી. ત્યારથી સર્જનયાત્રા આગળ વધતી ગઈ. યુવા મહોત્સવ, કલા મહાકુંભ, કાવ્યલેખન અને બીજી વિવિધ સ્પર્ધાઓ વગેરેમાં નિર્ણાયક તરીકે, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ ખાતે લેખનમાં તેમજ ગુજરાતી ભાષાના ડી. આર. જી. તરીકે, રેડિઓ પર કાર્યક્રમ – વાર્તાલાપ, કાવ્યપઠન વગેરે પર વિશેષ યોગદાન આપતા રહ્યા છે. તેમને શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરાયા. શિક્ષણના માસિકોમાં તેમના શૈક્ષણિક કાવ્યો અને લેખો પ્રસિદ્ધ થયા છે. વિશેષ લેખક કવિના રૂબરૂ મળી વિડીઓ મુલાકાત રેકોર્ડ કરવાની પ્રવૃત્તિ આપણું ધ્યાન ખેંચે છે. કવિ સાહિત્ય ક્ષેત્રે અનેક સ્પર્ધાઓમાં ઉતિર્ણ થયા છે. રાજ્ય અને જિલ્લાના કવિ સંમેલનોમાં કવિતા પઠન કરેલ. વિવિધ પરિસંવાદ અને સેમિનારમાં સહભાગી થયેલ, ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર અને અન્ય યુનિવર્સિટીમાં શોધ પેપર રજૂ કર્યા છે. કવિને અછાંદસ કાવ્યની રચના કરવામાં વધુ રસ છે. કવિની મને ગમતી પંક્તિઓ….
“કાલ સુધી રાહ જોતો આવવાની ગોંદરે,
સાવ ખોટ્ટાં વાયદે જો ઝૂરવું ગમતું નથી.”“જિંદગીનો વાયદો તું પાળવાનું રાખજે,
મહેન્દ્ર પરમાર “ફોરમ”
છું હજુ તારો જ હું એ માનવાનું રાખજે.
વાટ તારી જોઇને જો હું અધીરો છું હવે,
એટલે તું રોજ મળવા આવવાનું રાખજે.”
કવિ બાળસાહિત્ય ક્ષેત્રે ઉત્તમ સર્જન કરે તેવી શુભેચ્છાઓ….