કલ્યાણપુર : દેવભૂમી દ્વારકાના ચંદ્રવાડા ગામના એક મહિલાનું હ્રદય રોગના હુમલાથી કથિત રીતે મૃત્યુ થયાનું જણાવી ઉતાવળે અંતિંંમ વિધિ કરવામાં આવી હતી. પરંતુ આ ઘટનામાં પોલીસ તપાસ કરતા હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. જે મામલે શંકાસ્પદ તરીકે મૃતકના મોટા બાપુ, કાકા અને ત્રણ મામાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, કલ્યાપુરના ચંદ્રવાડા ગામના રહીશ સુમરીબેન સામતભાઈ મોઢવાડિયા ગત 20 જૂલાઈના રોજ મૃત્યુ પામ્યા હતા. ત્યારે આ બનાવની જાણ મૃતક સુમરીબેનના સબંધીને મહિલાના મોટા બાએ ફોન મારફતે કરી તાકીદે તેમના પુત્રી કે જે ખાપટ ગામે રહે છે તેમને કરી ચંદ્રાવાડા બોલાવ્યા હતા.
પુત્રી ભૂમિબેને અને તેમના પતિ પરબતભાઈ તેમના માતાના અવસાનની જાણ થતા ચંદ્રાવાડા પહોંચ્યા હતા. જ્યાં સુમરીબેનનું મૃત્યુ હ્રદય રોગના કારણે થયુ હોવાનું જણાવી મૃતકના અંતિમ સંસ્કાર ચંદ્રાવાડા ગામના સ્મશાનો કરવાને બદલે પોરબંદર ખાતે જ ઉતાવળથી કરી દેવામાં આવ્યા હતા.
અંતિમ સંસ્કાર દરમિયાન પણ ભૂમિબેનને સુમરીબેનના મૃતદેહને સારી રીતે આખો જોવા દેવાયો નહીં. દરમિયાન તેમના ધ્યાને મૃતદેહમાં માથાના ભાગે ઈજાના નિશાન અને લોહીના નિશાન જોવા મળ્યા હતા. ઉપરાતં મૃતકના ગાદલું-ગોદડા જેવો સામન પણ જોવા મળ્યો હતો નહીં. મૃતદેહને ઉતાવળે મોંમાં ગંગાજળ મુકી અગ્નિદાહ માટે મોકલી દેવાયો હતો.

જેના કારણે ભૂમિબેને માતાને હાર્ટ એટેકની વાત ગળે નહીં ઉતરતા તેમણે કલ્યાણપુર તાલુકાના પોલીસ મથકમાં શંકા દર્શાવી હતી. જેના કરાણે પોલીસે મૃતક સુમરીબેનના કુદરતી મોત પર સવાલ પેદા થતા ફરિયાદ નોંધી છે. જેમાં શંકાસ્પદ તરીકે ભૂમિબેને પોતાના મોટાબાપુ ચંદ્રવાડાના રહિશ કાનાભાઈ મોઢવાડિયા, કાકા બાલુભાઈ મોઢવાડિયા અને ગોરાણાના રહિશ ભૂમિબેનના મામા અરજણભાઈ ગોરાણીયા તેમજ અરશીભઆઈ અને રામદેવભાઈ ગોરાણીયાના નામનો ઉલ્લેખ કર્યો છે. ભૂમિબેનના મીડિયાને જણાવ્યા અનુસાર તેમના મામા દ્વારા અગાઉ પણ ખૂનના ગુનામાં સંડોવાયા હતા.
આ સમગ્ર બનાવવા અંગે કલ્યાણપુર પોલીસે કાનાભાઈ નાગાભાઈ, બાલુભાઈ નાગાભાઈ, અરજણભાઈ જીવણભાઈ, અરશીભાઈ જીવણભાઈ તથા રામદેભાઈ જીવણભાઈને હત્યાના બનાવમાં શકદાર ગણી, આઈ.પી.સી. કલમ 302 તથા 201 મુજબ ગુનો નોંધી આ પ્રકરણમાં આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
વધુ સમાચાર- રફાળેશ્વર GIDC ઈન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ તરીકે અમિત કાસુન્દ્રાની બિનહરીફ વરણી
વધુ સમાચાર- રાજકોટ ડિવિઝનની આ ટ્રેન 28 ઓગસ્ટ સુધી દર શનિ-રવિ રદ્દ રહેશે