Homeકલમકેલિડોસ્કોપગાંધીના ગૌરવવંતા ગોવાળિયાઓ... ગાંધી નિર્વાણ દિન વિશેષ

ગાંધીના ગૌરવવંતા ગોવાળિયાઓ… ગાંધી નિર્વાણ દિન વિશેષ

-

Bharatkumar Thaker કેલિડસ્કોપ : ગાંધીજી ખાસ કરીને રચનાત્મક કાર્યો તેમ જ રાજકીય–સામાજિક સમત્વ અને બંધુત્વ માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા. એમના સમકાલીનો કે અનુગામીઓ એમનાં પગલે ચાલીને સમાજસેવાનાં અનેક ક્ષેત્રોમાં આજીવન પ્રવૃત્ત રહ્યા છે. ગાંધીવાદી વ્યક્તિત્વ (ગાંધીયન પર્સનાલિટી) ધરાવતા આવા વિવિધ ગાંધીઓ કે કર્મશીલ ગાંધીજનોના પ્રદાનને આપણે ભૂલી શકીએ નહિ. આ બધા પોતપોતાનાં વિસ્તારોમાં ‘જે તે પ્રદેશના ગાંધી˜ તરીકે ઓળખાયા અને આદર પામ્યા છે. અહીં ગાંધીજીના આવા કેટલાક ગૌરવશીલ ગોવાળિયાઓનું (અકારાદિ પ્રદેશ ક્રમે)સ્મરણ કરાવ્યું છે. આ યાદીમાં પોતાની જાણકારી અનુસાર સુધારા કે વધારાને અવકાશ છે.

‘કચ્છના ગાંધી’
ગોકુલદાસ ખીમજી બાંભડાઈ (૧૮૮૧–૧૯૬ર), ગાંધી હરિજન બાળાશ્રમ (માંડવી)
‘વાગડના ગાંધી’
ચાંપશી ગુણશી છાડવા (૧૮૯પ–૧૯૬૩), સામખિયાળી (તા.ભચાઉ)ના ‘ભગતબાપા˜
‘વાગડની ગાંધીત્રિપુટી’
૧. દયારામ રામદાસ કેવરિયા (૧૯ર૦–ર૦૦૮), સર્વોદય આશ્રમ, લીલપુર (તા.રાપર)
ર. મગનલાલ ગોવિંદજી સોની (થાવર) (૧૯૦૯–૯૧), સરદાર છાત્રાલય, વલ્લભપુર (તા.રાપર)
૩. મણિભાઈ ન્યાલચંદ સંઘવી (૧૯ર૧–ર૦૦૮), ગ્રામ સ્વરાજ સંઘ, નીલપર (તા.રાપર)
‘સિંધી ગાંધી’
હુંદરાજ લીલારામ માણેક ઉર્ફે ‘દાદા દુ:ખાયલ’ (૧૯૧૦–ર૦૦૩) : મૂળે સિંધ (પાકિસ્તાન)ના અને ભાગલા બાદ ૧૯૪૮થી આદિપુર ખાતે વસવાટ

સૌ રા ષ્ટ્ર

૦૧. ‘અમરેલીના ગાંધી’ : ડૉ.જીવરાજ નારાયણ મહેતા (૧૮૮૭–૧૯૭૮) ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન
૦ર. ‘ગુજરાતના ગ્રંથના ગાંધી’ : મહેન્દ્ર ઝવેરચંદ મેઘાણી (જ.૧૯૩૦) લોકમિલાપ ટ્રસ્ટ (ભાવનગર)
૦૩. ‘ગોંડલના ગાંધી’ : પટેલ બેચરભાઈ ધરમશીભાઈ ઘોણિયા (૧૯૩પ–ર૦ર૧) સૌરાષ્ટ્ર સર્વોદય પ્રવૃત્તિના ચાલકબળ અને સર્વ સેવા સંઘ સૌરાષ્ટ્ર વિભાગના પ્રમુખ
૦૪. ‘જામખંભાળિયાના ગાંધી’ : હરિલાલ રામજી નકુમ, કોંગ્રેસના ધારાસભ્ય
૦પ. ‘સાવરકુંડલાના ગાંધી’ : દેવીબહેન ગણપતરાય પટ્ટણી (૧૯૦ર–ર૦૦પ); ‘સાવરકુંડલાનાં ફૈબા˜ અને ‘સોરઠની સિંહણ˜ તરીકે પણ જાણીતાં; સાવરકુંડલા (જિ.અમરેલી)

ગુ જ રા ત

૦૧. ‘કરાડી–દાંડીના ગાંધી’ : દિલખુશભાઈ બળસુખરામ દીવાનજી (મહેતા), (૧૮૯૯–૧૯૯૧)(કરાડી, તા.જલાલપોર, જિ.નવસારી)
૦ર. ‘કુદરતી ખેતીના ગાંધી’ : ભાસ્કર હીરાજી સાવે (૧૯રર–ર૦૧પ), દેહરી, તા.ઉમરગામ, જિ.વલસાડ
૦૩. ‘છોટા ગાંધીજી’ : છોટાલાલ ઘેલાભાઈ ગાંધી (જ.૧૮૮ર); ,પારડી, તા.માંડવી, જિ.સુરત
૦૪. ‘ડાંગના ગાંધી’ : છોટુભાઈ નાયક (મૃ.૧૯૮૭); ડાંગ સ્વરાજ આશ્રમ
૦પ. ‘દક્ષિણ ગુજરાતના ગાંધી’ : જુગતરામ ચીમનલાલ દવે (૧૮૯ર–૧૯૮પ), વેડછી, તા.વાલોદ, જિ.સુરત
૦૬. ‘વસોના ગાંધી’ : મૂળજીભાઈ મણિલાલ સુતરિયા (૧૯૧ર–ર૦૦૩), વસો , તા.નડિયાદ, જિ.ખેડા

ભા ર ત

૦૧. ‘કેરાલાના ગાંધી˜ : કોયાપલ્લી કેલપ્પન નાયર (૧૮૮૯–૧૯૭૧), કાલિકટ
૦ર. ‘કોંકણના ગાંધી˜ : સીતારામ પુરુષોત્તમ ઉર્ફે અપ્પાસાહેબ પટવર્ધન (૧૮૯૪–૧૯૭૧) : ગોપુરી આશ્રમ; કણકવલી, જિ.સિંધુદૂર્ગ (મહારાષ્ટ્ર)
૦૩. ‘નાગાલેન્ડના ગાંધી’: નટવરભાઈ છબીલદાસ ઠક્કર (૧૯૩ર–ર૦૧૮), મૂળે : દહાણુ, જિ.પાલઘર (મહારાષ્ટ્ર)
૦૪. ‘દક્ષિણ ભારતના ગાંધી’: ગોરા ઉર્ફે ગોપારાજુ રામચંદ્ર રાવ (૧૯૦ર–૭પ), વિજયવાડા (આંધ્રપ્રદેશ)
૦પ. ‘બિહારના ગાંધી’ : ડૉ.રાજેન્દ્રપ્રસાદ મહાદેવપ્રસાદ સહાય (૧૮૮૪–૧૯૬૩) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ
૦૬. ‘મદુરાઈના ગાંધી’ : એન.એમ.આર. સુબ્બારામન્ (૧૯૦પ–૮૩), તામિલનાડુ
૦૭. ‘મરાઠાવાડના ગાંધી’ : ડૉ.ગંગાપ્રસાદ અગ્રવાલ (૧૯ર૩–ર૦૧૮), વસમત, જિ.હિંગોલી (મહારાષ્ટ્ર)
૦૮. ‘વિલેપાર્લેના ગાંધી’: ડૉ.જગન્નાથ દામોદર વોહરા (૧૯૦૬–ર૦૦ર), મુંબઈ

વિ દે શ

‘અમેરિકાના ગાંધી’
૧. ડૉ.માર્ટિન લ્યુથર કિંગ–જુનિયર (૧૯ર૯–૬૮)
ર. સીઝર એસ્ટ્રેડા શાવેઝ (૧૯ર૭–૯૩) કેલિફોર્નિયા (મૂળે મેક્સિકન)
‘ઈટાલીના ગાંધી’
દાનિલો દોલ્સી (૧૯ર૪–૯૭), સિસિલી (ઈટાલી)
‘ઇન્ડોનેશિયાના ગાંધી’
આગસ ઇન્દ્ર ઉદયન, ગાંધીપુરી આશ્રમ (બાલી)
‘ગલ્ફના ગાંધી’
ભરતકુમાર જયંતીલાલ શાહ (૧૯૩ર–ર૦૧૯); મૂળ સુરેન્દ્રનગર, નિવાસે રાજકોટ અને દુબઈના ઉદ્યોગપતિ
‘જાપાનના ગાંધી
૧. ટોયોહિકો કાગાવા (૧૮૮૮–૧૯૬૦)
ર. રેવ.નિચિદસ્તુ ફુજી (૧૮૮પ–૧૯૮પ)
‘ઝામ્બિયાના ગાંધી’
ડૉ.કેનેથ ડેવિડ કોન્ડા (જ.૧૯ર૪), ઝામ્બિયાના પ્રથમ પ્રમુખ
‘દક્ષિણ આફ્રિકાના ગાંધી’
ડૉ.નેલ્સન મંડેલા (૧૯૧૮–ર૦૧૩)
‘નેપાળના ગાંધી’
તુલસી મેહર શ્રેષ્ઠા (૧૮૯૬–૧૯૭૮)
‘પેલેસ્ટાઇનના ગાંધી’
મુબારક અવાદ (જ.૧૯૪૩), હાલે અમેરિકાવાસી
‘ફ્રાન્સના ગાંધી’
લાન્ઝા ડેલ વાસ્તો ઉર્ફે શાંતિદાસ (૧૯૦૧–૮૧) મૂળ ઇટાલિયન
‘બ્રાઝિલના ગાંધી’
ફાધર કુન્ટ્ઝ (મૂળે જર્મન)
‘વિયેટનામના ગાંધી’
થિક હાટ હાન્હ (જ.૧૯ર૬)
‘શ્રીલંકાના ગાંધી’
અહંગમયે ટુડર (એ. ટી.) એરિયરત્ને (જ.૧૯૩૧)
‘સરહદના ગાંધી’
ખાન અબ્દુલ ગફાર ખાન (૧૮૯૦–૧૯૮૮), પાકિસ્તાન
‘સિંધના ગાંધી’
ભગત કંવરરામ (૧૮૮પ–૧૯૩૯), પાકિસ્તાન

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...