Homeગુજરાતજામનગરસુરત બાદ કાલાવડમાં વધુ 20 કરોડની નકલી નોટનો જથ્થો મળ્યો: જામનગર

સુરત બાદ કાલાવડમાં વધુ 20 કરોડની નકલી નોટનો જથ્થો મળ્યો: જામનગર

-

Kalavad News : ગઈકાલે સુરતના કામરેજ વિસ્તારમાંથી 25.80 કરોડની નકલી નોટ પકડાયા બાદ આજે જામનગર (Jamnagar)ના કાલાવડ પંથકમાં મગફળીના ભુકામાંથી વધુ કરોડો રૂપિયાની નકલી નોટ (Fake Currency)નો જથ્થો મળી આવ્યો છે. કામરેજ ખાતે ગઈકાલે પોલીસે એક એમ્બ્યુલન્સને રોકીને તપાસ કરતા તેમાંથી રૂ.25.80 કરોડની નકલી નોટનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં આ જથ્થો જામનગરથી રાજકોટ (Rajkot) થઇને સુરત લઇ જવાનું સામે આવ્યું હતું.

પોલીસ તપાસમાં કાલાવડ પંથકના હિતેશ કોટડડિયાએ અમીર બાપનો દીકરો અને ગરીબ બાપની દીકરી નામની ફિલ્મના શૂટિંગ માટે આ નોટ ફોટો કોપી (Duplicate Currency note) કરાવી હોવાની વિગતો જાહેર થઈ હતી. હિતેશ કોટડિયાની પૂછપરછમાં વધુ જથ્થો કાલાવડ પંથકમાં સંતાડ્યો હોવાની માહિતી આપી હતી.

વધુ વાંચો- જામનગરમાં બિનવારસી છોટાહાથીની તપાસ કરતા મળી દારૂની બોટલો, બુટલેગરની તપાસ ચાલુ

જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, સુરત પોલીસે પકડેલી બનાવટી નોટ અંગે વધુ કાર્યવાહી કરતા ખુલેલી વિગતોના આધારે સુરત પોલીસે આજે કાલાવડ પંથકમાં ઓપરેશન પાર પાડ્યું હતું. સુરત પોલીસે એક મકાનમાં મગફળીના ભુક્કામાંથી 20 કરોડથી વધુની નકલી નોટ કબ્જે કરી છે. આ નોટનો ઉપયોગ ખરેખર ફિલ્મ માટે કરવાનો હતો કે નહિ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

વિડીયો- આ રીતે છુપાવ્યું હતું મહિલાએ 5 કરોડનું ડ્રગ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...