Homeગુજરાતજૂનાગઢજુનાગઢના દરિયાકાંઠે આ રીતે મળ્યા ચરસના પેકેટ; તપાસનો ધમધમાટ શરૂ

જુનાગઢના દરિયાકાંઠે આ રીતે મળ્યા ચરસના પેકેટ; તપાસનો ધમધમાટ શરૂ

-

જુનાગઢ ન્યુઝ : જુનાગઢના માંગરોળના શીલ અને આંત્રોલી ગામ વચ્ચેના દરિયાકાંઠેથી બીન વારસી ચરસના પેકેટ મળી આવ્યા છે. દરિયાકાંઠેથી 39 જેટલા ચરસના પેકેટ મળ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ચરસના પેકેટ મામલે પોલીસે ચોરવાડથી આંત્રોલી વચ્ચે દરિયાકાંઠે ચેકિંગ શરૂ કર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ માંગરોળના શીલ અને આંત્રોલી ગામ વચ્ચેથી દરિયાકાંઠેથી ચરસના પેકટ મળ્યા છે. આ જથ્થો મળી આવતા પોલીસે દરિયાકાંઠે સુરક્ષા વધારી તપાસ હાથ ધરી છે. પોલીસે હજૂ વધારે પેકેટ છે કે કેમ તે માટે દરિયાકાંઠે તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો- રાજકોટમાં જુગારીઓને પોલીસનો ખૌફ નથી ? કે જાહેરમાં જુગાર રમવાનો ક્રેઝ છે ?

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 1600 કિલોમીટરનો વિશાળ દરિયાકાંઠો હોય ડ્રગ માફિયાઓને નાથવાની જવાબદારી પણ વિશાળ બની ગઈ છે. દરિયાકાંઠે પોલીસ અને કોસ્ટગાર્ડ સતત ડ્રગ મામલે સતર્ક છે તેમજ ગુજરાત એટીએસ પણ સતત બાતમીના આધારે કરોડોના ડ્રગ પકડી રહી છે. ત્યારે હેવ જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારના દરિયાકાંઠામાંથી ચરસના પેકેટ મળી આવ્યા છે.

વધુ વાંચો- જામનગરના બેડી વિસ્તારમાં પોલીસ ઓપરેશનમાં 6 લાખના ડ્રગ સાથે વૃધ્ધની ધરપકડ

આ ઘટના અંગે જાણકારી આપતા જિલ્લાના એક ઉચ્ચ અધિકારી જણાવ્યુ હતું કે, “જિલ્લાના દરીયાકાંઠેથી નશીલા પદાર્થો મળી આવ્યા છે. જેના આધારે હાલ ગીર સોમનાથ જિલ્લાના વડોદરા ડોડીયા ગામથી લઈને સોમનાથ, સુત્રાપાડા, કોડીનાર અને ઉનાના નવાબંદર સુધીના દરીયાકાંઠાના વિસ્તારોમાં SOG, મરીન પોલીસ સહિતની એજન્સીસની ટીમ સર્ચ ઓપરેશન કરી રહી છે. જે કામગીરી પૂર્ણ થયા બાદ વિગતો જાહેર કરવામાં આવશે.”

Must Read