Homeગુજરાતજૂનાગઢજંગલના રાજાની સુરક્ષા હવે SRP કરશે જાણો કેમ ?

જંગલના રાજાની સુરક્ષા હવે SRP કરશે જાણો કેમ ?

-

Junagadh News : જુનાગઢ જીલ્લાના વનવિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જેને કારણે જીલ્લાના જંગલો, ઘાસની વીડીઓ તેમજ અભયારણ્ય (National Sanctuary)રેઢા થઇ ગયા છે. ગેરકાયદેસર ઝાડ કાપવાની ઘટનાઓ બનશે તો જવાબદાર કોણ તે મોટો સવાલ છે.

તેની સાથે જ સિંહની સુરક્ષા પર પણ સવાલો ઉભા થયા છે. વન વિભાગના વનપાલ, વનરક્ષક સહિતના કર્મચારીઓ ગ્રેડ પે, રજાપગાર તેમજ પોલીસને અપાતા લાભો વનવિભાગના કર્મચારીઓને મળે તેવી માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે. તેમાં જુનાગઢ જીલ્લાના વનકર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાયા છે. ત્યારે હવે જંગલ સુરક્ષાનું કામ SRP કરવા જઇ રહી છે.

વિડીયોઆવો દેશી જુગાડ તો ભારતનો ખેડુત જ કરી શકે

ગાંધીનગરથી SRPની બે ટીમ મોકલવામાં આવી છે જે અમરેલી અને જુનાગઢના વનવિભાગની કામગીરી કરશે. અમરેલી અને જુનાગઢના જંગલ વિસ્તારની સંવેદનશીલ બોર્ડર વિસ્તારોમાં SRP જવાનો તેનાત રહેશે અને ફોરેસ્ટના અધિકારીઓ સાથે રહીને વનવિભાગની કામગીરી કરશે.

વનવિભાગના અધિકારીના જણાવ્યા મુજબ રેવન્યુ વિસ્તારથી લઇ જંગલના વિસ્તારોમાં રહી વનકર્મીઓની ફરજ SRP ના જવાનો અદા કરશે. SRP ની બે ટીમો વનવિભાગ અને ગાંધીનગરના સંકલનમાં રહીને પોતાની ફરજ બજાવશે.

વિડીયો- ગણેશોત્સવમાં ઝપાઝપી ! વડોદરામાં ગણેશ વિસર્જન યાત્રામાં બોલી બટાઝટી

સરકાર દ્વારા વનકર્મીઓના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવાની જગ્યાએ જંગલો સાચવવા માટે SRP સ્ટાફ ફાળવવા માટે લેટર ઈસ્યુ કરવામાં આવ્યો છે. સિંહ જંગલ માંથી બહાર આવે ,કોઈ જાનહાનિ થાય ,કુવામાં દીપડો પડી જાય કે, તો એસઆરપી કાઢવા જશે એમ વનકર્મીઓ પુછી રહ્યાં છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...