Junagadh News : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં અનેક જુગારધામ પકડાયા છે. શ્રાવણ માસમાં તહેવારો ના સમયે અનેક જગ્યાએ જુગારીઓ જુગાર (Gambling) રમતા પકડાય છે. ગઇકાલે જુનાગઢના માળીયા હાટીના પોલીસે વડીયા ગામની એક વાડીમાંથી 5 વ્યક્તિઓને ગંજીપત્તાનો તીનપત્તીનો જુગાર રમતા પકડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, માળીયા હાટીના પોલીસ (Maliya Hatina Police Station)ને ખાનગી રાહે બાતમી મળી હતી કે માળીયા હાટીના તાલુકાના વડીયા ગામમાં રમેશભાઇ માણસુરભાઇ સીંધવ નામનો વ્યક્તિ તેની જુનીવાડી વિસ્તાર તરીકે ઓળખાતી સીમની વાડીમાં બહારના માણસોને બોલાવીને જુગાર રમાડે છે.
વધુ વાંચો- ભેંસાણમાં કંસ્ટ્રક્શન કામના ઈજારેદારે ભાજપ આગેવાન વિરૂધ્ધ કરી ફરિયાદ: જુનાગઢ
આ બાતમીના આધારે પોલીસે પોતાની સરકારી ગાડી થોડી દુર ઉભી રાખીને ચાલતા જ બાતમીવાળી જગ્યાએ જઇને દરોડા પાડતા વાડીમાં આવેલા એક પ્લાસ્ટર વગરના પાકા મકાનમાંથી પાંચ વ્યક્તિઓ જુગાર રમતા ઝડપાયા હતા, પણ વાડીનો માલિક રમેશભાઇ ફરાર થઇ ગયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.1,38,500 તથા નાલના રૂ.15,400 તેમજ મોબાઇલ ફોન સહિત રૂ.1,84,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ અંગે પોલીસે અજયસિંહ ઉર્ફે લાલાભાઇ લખુભાઇ સીસોદીયા (ઉ.32) , રાણાભાઇ જીવાભાઇ સીંઘવ (ઉ.44), રોનકભાઇ સંદીપભાઇ ડોડીયા (ઉ.26), રાકેશભાઇ નરોત્તમભાઇ લુક્કા (ઉ.30) અને ઘીરૂભાઇ ભાદાભાઇ બારડ (ઉ.48) નામના આરોપીઓની ઘરપકડ કરી છે અને ફરાર રમેશને પકડવાની કામગીરી હાથ ઘરી છે.
વઘુ વાંચો- જામનગરવાસી ખાતા પહેલા જોજો… JMC એ મેળામાં મોટી માત્રામાં અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો