Junagadh News : રાજ્યભરમાં આ વર્ષે ચોમાસા (Monsoon)માં સારો વરસાદ Varsad પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખેતી ઉદ્યોગ (Farming Business) માટે વરસાદ ખુબ જ જરૂરી છે. પણ અતિવૃષ્ટિના કારણે ઘણીવાર પાકને નુકશાન પણ થાય છે.
જૂનાગઢ (Junagadh) જિલ્લાના માંગરોળ (Mangrol)તાલુકામાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે ખેડૂતોનું ભારે નુકશાન થયું છે. માંગરોળના વાડલા ગામના 60 થી 70 જેટલા ખેડૂતોનો મગફળી તેમજ સોયાબીન સહિતનો પાક નિષ્ફળ ગયો છે અને હાલ જે પાક બચ્યો છે તેમાં પણ પાણી ભરાયેલા છે, તેથી આ પાક પણ ફેઇલ જવાની સંભાવના છે.
વધુ વાંચો- જામનગરમાં રખડતા ઢોર મામલે તંત્રનું કડક વલણ; 24 કલાક 4 ટીમ કરશે આ કામ
માંગરોળના વાડલા ગામમાં પાક તો નિષ્ફળ ગયો છે પણ સાથે સાથે પશુઓના ઘાસચારાનો પણ નાશ થયો છે. જેથી ખેડૂતોને ‘ પડ્યા ઉપર પાટું ‘ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. ચોમાસાની સીઝનમાં આ વિસ્તારના ખેડૂતો મગફળી, કપાસ અને સોયાબીન સહિતના પાકનું વાવેતર કરે છે. ભારે વરસાદના કારણે પાકનું બિયારણ પણ તણાઇ ગયું હતું. આ કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જેથી ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાય પેકેજની માંગ કરવામાં આવી છે.
વધુ વાંચો- રાજકોટના રૈયારોડ પર તંત્રની ખુલ્લી ગટરથી લોકોને બચાવતા વૃધ્ધે લોકોના દીલ જીત્યા