Junagadh News : જુનાગઢ શહેરમાં ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો વધારો થયો છે. ત્યારે તાજેતરમાં શહેરમાંથી મકાનના સ્લેબ ભરવાના ચોકાની ચોરી કરનારી ત્રિપુટીને એલ.સી.બી (Junagadh LCB) દ્વારા ઝડપી લેવામાં આવી છે. શહેરના બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મકાનના સ્લેબ ભરવાના લોખંડના ચોકાની ચોરી થઇ હોવાની 2 ફરિયાદ નોંધાઇ હતી.
જે અંતર્ગત એલ.સી.બીએ તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ખામધ્રોળ વિસ્તારમાં રહેતા સાહિલ ફિરોજખાન પઠાણ, સમીર ઇકબાલ દોમાન અને આમીર રફિકભાઈ સુમરા નામના વ્યક્તિઓ આ ગુનામાં સંડોવાયેલા છે અને આ વ્યક્તિઓ ચોરી કરેલા ચોકા ભરીને ખામધ્રોળ તરફ જવાના છે.
જૂઓ વિડીયો- ગોંડલમાં આખલાને લાકડી ફટકારવા ગયેલા પ્રૌઢ પર આંખલાનો હુમલો: રાજકોટ
ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. પીઆઇ એચ.આઇ.ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા અને તેમના સ્ટાફે દરોડો પાડીને જોષીપરા પાદર ચોક પાસેથી ત્રણેયના ઝડપી લીધા હતા.
એલ.સી.બીએ તેમની પાસેથી રૂ.21,250 ની કિંમતના ચોકા, રૂ.50,000ની કિંમતની GJ06 AU2475 નંબરની રીક્ષા, રૂ.30,000ની કિંમતનું બાઇક અને રૂ.25,000નો મોબાઇલ મળી કુલ રૂ.1,26,250નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આરોપીઓએ પોલીસ સામે પ્રાથમિક પૂછપરછમાં અન્ય 4 જગ્યાએ ચોરી કરી હોવાની કબુલાત કરી છે. એલ.સી.બીએ વધુ તપાસ માટે તમામ આરોપીઓને બી ડિવીઝન પોલીસને હવાલે કર્યા છે. આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ વાંચો- કોઈ દયા રાખવી નહીં ! પાટીલ એવું શું બોલ્યા કે રાજકારણમાં ગરમાવો આવી ગયો