36 C
Ahmedabad

સોરઠમાં મેઘરાજનું હેત વરસ્યું, જુનાગઢ અને ગીર ગઢડા પંથકમાં હરખની હેલી

Published:

Junagadh News Gujarati જૂનાગઢ : સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળો પર વરસાદ ભીમ અગિયારસનું મુહર્ત સાચવી રહ્યો છે. રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે. મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વિસાવદર [Visavadar] અને ગીરગઢડા [Girgadhda]ના કેટલાક વિસ્તારમોમાં બપોરના સમયથી જ વરસાદ શરૂ થયો હતો અને અડધો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. બપોર બાદ પણ વરસાદ મનમુકીને વરસતા દોઢ ઈંચ વરસાદ વરસતા ગીર ગઢડા પંથકમાં 2 ઈંચ વરસાદ વરસી ગયો હતો. વરસાદના પગલે અતિશય બફારી સ્થીતીમાંથી લોકોને મુક્તી મળી અને ઠંડકનો અહેસાસ થયો છે. તદ્ઉપરાંત જૂનાગઢ શહેરમાં પણ પોણો ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

ઉનાળાની ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે વરસાદના અમી છાંટણા [Rain] શરૂ થતા લોકોને રાહત અનુભવાય રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય બફારાને કારણે વરસાદ વરસે તો સારૂ એવી પ્રાથના લોકો કરતા થયા હતા. ત્યારે ભીમ અગિયારસના પર્વ પર સૌરાષ્ટ્ર [Saurashtra]ના કેટલાક વિસ્તારોમાં મેહુલાની કૃપા વરસી હતી. ગીર સોમનાથ અને જૂનાગઢ પંથકમાં તો કાળા ડિબાંગ વાદળા જોવા મળ્યા હતા. અને બપોરના સમયે શરૂ થેયલા વરસાદે જૂનાગઢના વિસાવદરમાં અચાનક એન્ટ્રી કરી વાતાવરણમાં પલટો સર્જી દીધો હતો. સતત અડધી કલાક કરતા વધારે સમય વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાંથી પાણી વહેતા થયાના અહેવાલ મળ્યા હતા. તંત્રના આંકડા અનુસાર ચાલુ સીઝનનો પ્રથમ વરસાદ વિસાવદર તાલુકામાં બપોરના સમયે 11 મીમી જેટલો વરસ્યો હતો.

સોરઠમાં મેઘરાજનું હેત વરસ્યું જુનાગઢ અને ગીર ગઢડા પંથકમાં હરખની હેલી Junagadh News Gujarati

ગીર ગઢડા પંથકમાં પણ સતત પોણો કલાક સુધી મેધરાજા વરસી પડ્યા હતા. જ્યાં લોકોને ગરમીમાંથી મુક્તી અને ખેડૂતોને પણ વરસાદ સારો થાય તેવી આશા બંધાઈ છે. મેઘરાજાએ બપોર સુધીમાં ગીરગઢડામાં બપોરના સમયે 166મીમી વરસાદ વરસાવ્યો છે. જ્યારે દોઢ વાગ્યા બાદ વધુ દોઢ ઈંચ વરસાદ વરસતા લોકોમાં હરખની હેલી પ્રસરી ગઈ છે. વેરાવળમાં પણ સવારે નવેક વાગ્યે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને 6 મીમી વરસાદ નોંધાયો છે.

જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં કેટલાક સ્થળો પર વરસાદ વરસ્યો હતો. જુનાગઢમાં બપોરથી ધીમી ધારે વરસાદ વરસાવવાનું શરૂ થયો હતો. જ્યાં 21 મીમી વરસાદ નોંધાયો છે.

Related articles

Recent articles