Junagadh News : જુનાગઢના ભેસાણમાં કન્સ્ટ્રક્શન કામના ઈજારેદારે ખંભાળીયા ભાજપના આગેવાન અરજણભાઈ લખમણભાઈ સોલંકી પર ધમકી અને કામના સ્થળ પર નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે ફરિયાદ નોંધાતા ભેસાણ તાલુકાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.
જુનાગઢના ભેસાણ પોલીસ સ્ટેશન (Bhesan Police Station)માં રોહિત બધાભાઈ સોલંકી ઊંમર વર્ષ 26 એ ભાજપના આગેવાન અરજણભાઈ લખમણભાઈ સોલંકી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આરોપ લગાવ્યો છે કે, તેમણે (રોહિત) ખંભાળીયા ગ્રામપંચાયત પાસેથી ઈજારો મેળવી પાઈપ ફિટીંગનું કામ મેળવેલ છે. જુના સ્મસાનથી નવા સ્મશાનથી સુધી પીવીસીના પાઈપ ફિટીંગ કરાવનું કામ તેમણે 18 ઑગસ્ટના રોજ મેળવ્યું હતું. જે કામ તેઓએ ચાલું પણ કરી દીધુ છે.
ફરિયાદીનો આક્ષેપ છે કે, આરોપી અરજણભાઈ લખમણભાઈ સોલંકી ગત 23 ઑગસ્ટના રોજ તેમના દ્વારા થઈ રહેલા કામના સ્થળ પર 5-7 લોકો સાથે પહોંચ્યા હતા. આરોપીએ સ્થળ પર હાજર ફરિયાદીના ભાગીદાર ભરતભાઈ સાસીયાને કામ બંધ કરવા માટે કહી ગાળો ભાંડી હતી અને કહ્યું કે ‘તારા રોહિતને કહેજે કે આ કામ બંધ કરી દ્યે જો કામ બંધ નહીં થાય તો જ્યાં ભેગો થશે ત્યાં જાનથી મારી નાખીશ.’
ઉપરાંત ફરિયાદીનો આરોપ છે કે તેમના ભાગીદારે કરેલા ફોનના બીજા દિવસે તેઓ સ્થળ પર ગયા હતા. ત્યારે તેમણે જોયું કે આરોપી અરજણભાઈ લખમણભાઈ સોલંકીએ તેમની માલીકીના પાઈપની પણ તોડભાંગ કરી હતી. સાથે જ મીડિયાવાળાને બોલાવી કામ બાબતે ખોટા ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.
વધુ વાંચો- રાજ્યભરમાં 12 વર્ષથી લોકોના ગજવા હળવા કરતી ‘બંટી બબલી’ ગેંગ ઝડપાઈ
ઘટના મામલે ફરિયાદીએ આરોપી અરજણભાઈએ રાજકીય કિન્નાખોરી રાખી અને કંસ્ટ્રક્શનના કામ તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણીના મદુખના કારણે આવું કર્યાનું ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. ભેસાણ પોલીસે આ મામલે રોહિત સોલંકીની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી આરોપી અરજણભાઈ લખમણભાઈ સોલંકી પર આઈપીસીની કમલ 427, 294(બી) અને 506(2) મુજબ કાર્યવાહી હાથ ધરી છે.