Homeગુજરાતકેશોદમાં 2 સગીર યુવતીનું અપહરણ કરી દુષ્કર્મના 4 આરોપી થયા ફરાર  

કેશોદમાં 2 સગીર યુવતીનું અપહરણ કરી દુષ્કર્મના 4 આરોપી થયા ફરાર  

-

Junagadh News in Gujarati : રાજ્યમાં મહિલા વિરૂધ્ધના ગુનામાં સતત વધારો થતો હોય તેમ જણાય છે. મહિલાઓ, યુવતીઓ અને બાળકી પણ ગુનેગારોનો શિકાર બને છે. એવામાં જુનાગઢના કેશોદ માં પણ એક એવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે સગીર વયની યુવતીઓ પરીક્ષા આપવા આવી હતી તેમની સાથે કેટલાક નરાધમોએ અપહરણ  કરી સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.

જુનાગઢ જિલ્લાના કેશોદ Keshod માં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપવા આવી હતી. આ દરમિયાન કેશોદ બસ સ્ટેશનમાં અડ્ડો જમાવી બેસતા 4 અસામાજીક તત્વોએ બંને યુવતીનું અપહરણ કર્યું હતુ. અપહરણ કરી યુવતીને દિવ લઈ ગયા અને ત્યાં માદક પદાર્થ પીડવડાવી 4 લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યાની ધટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

Junagadh News : કેશોદમાં 2 સગીર યુવતીનું અપહરણ કરી દુષ્કર્મના 4 આરોપી થયા ફરાર  

પોલીસ દ્વારા ઘટનાની માહિતી મળ્યા મુજબ બંને પિતરાઈ બહેનો પરીક્ષા આપવા કેશોદ આવી હતી. પરીક્ષા આપી સાંજે ઘરે જવા માટે બસ સ્ટેશન પહોંચી હતી ત્યારે બસ સ્ટેશનમાં અડ્ડો બનાવી રહેતા 4 શખ્સોએ યુવતીને ધાકધમકી આપી અપહરણ કર્યુ હતુ. યુવતીને દીવ લઈ જઈ ત્યાં તેમની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આરોપીઓ નાસી છૂટ્યા હતા.

બંને યુવતી મોડા સુધી ઘરે પરત નહીં ફરતા પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો. પરિવારને ફોન કરી સગીરાએ જાણ કરતા તેમને ઘટનાની માહિતી મળી હતી. આ ઘટનાની માહિતી મળતા પરિવાર અને સમાજના લોકો સાથે જઈ કેશોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને એટ્રોસિટી તેમજ પોક્સો એક્ટ મજુબ ફરિયાદ નોંધાવી હતી.

Must Read