Homeગુજરાતકેશોદ એરપોર્ટથી વિમાની સેવા થશે શરૂ, અગાઉ પણ થઈ હતી જાહેરાત: જુનાગઢ

કેશોદ એરપોર્ટથી વિમાની સેવા થશે શરૂ, અગાઉ પણ થઈ હતી જાહેરાત: જુનાગઢ

-

Today’s Latest News Gujarati : જુનાગઢ Junagadh ના કેશોદમાં 21 વર્ષ અગાઉ વિમાની સેવા બંધ થયેલી તે હવે ફરી શરૂ થવા જઈ રહી છે. આગામી 16 એપ્રિલના રોજ કેન્દ્રિય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સીધિંયા દ્વારા કેશોદમાં વિમાની સેવાનો પ્રારંભ કરાવવામાં આવશે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અગાઉ પણ કેશોદ એરપોર્ટ Keshod Airport શરૂ કરવાની જાહેરાત થઈ ગઈ છે પરંતુ ફ્લાઈટ શરૂ થઈ નથી. તો હવે આ વખતની જાહેરાત સાચી પડે છે કે કેમ તે જોવું રહ્યું.

Junagadh News Gujarati/ 16 એપ્રિલથી કેશોદ એરપોર્ટથી વિમાની સેવા થશે શરૂ: જુનાગઢ

પ્રાપ્ત વિગતો મુજબ પ્રવાસીઓને કેશોદ Keshod ખાતે વિમાની સેવાઓનો લાભ સપ્તાહમાં 3 દિવસ મળશે. એક અહેવાલ મુજબ અગાઉ જ્યારે કેશોદ એરપોર્ટ કોમર્શીયલ ફ્લાઈટ Commercial Flights સાથે કાર્યરત હતું ત્યારે વેઈટીંગ રહેતું હતું. પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ દિવ ખાતે એરપોર્ટ શરૂ થતા ટ્રાફિકમાં ઘટાડો નોંધાયો હતો.

બાદમાં જ્યારે કેશોદ એરપોર્ટ પરથી કોમર્શિયલ ફ્લાઈટ્સના ઓપરેશન બંધ થયા ત્યારે સ્થાનિક વેપારીઓને અને વિદેશમાં વસતા લોકોને મુશ્કેલી પડવા લાગી છે. જેના કારણે સમયાંતરે કોમર્શિયલ વિમાન સેવા શરૂ કરવા માટે માગણી થતી રહી છે.

પરિણામે ચેમ્બર ઑફ કોમર્સ અને વ્યાપારી વિકાસ મંડળ તેમજ સાંસદ સભ્ય અને ધારાસભ્યો એ પણ સરકારને રજૂઆત કરી હતી. આ રજૂઆતનો ધ્યાને રાખી કેન્દ્ર સરકારે કેશોદ એરપોર્ટનો ઉડાન યોજના હેઠળ સમાવેશ કરી સર્વેની કામગીરી હાથ ધરી હતી. આખરે હવે કેશોદમાં ફરી વિમાની સેવાનો લાભ મળતો થવા જઈ રહ્યો છે. આગામી 16 એપ્રિલના રોજ કેશોદ-મુંબઈ રૂટ પર વિમાન ઉડાન ભરશે.

આજના તાજા સમાચાર વાંચો:

ક્રિકેટ સટ્ટા બાદ ઓનલાઈન વરલી મટકા ઝડપાયા, DCP પાર્થરાજસિંહ એકશનમાં: રાજકોટ

એક તરફી પ્રેમી TRB જવાન મહિલાની છેડતી કરતો, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં થઈ ફરિયાદ

કૃષ્ણ પ્રેમી આહિર સંજય અને કરશન ભાદરકાનો વિરોધ, પાટીલ ધર્મ અજ્ઞાનતાના કારણે વિવાદમાં

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....