Homeગુજરાતગીર, બરડા અને આલેચના માલધારી સમાજના યુવાનોએ ઈચ્છામૃત્યુની માગ સાથે કલેકટરને આપ્યું...

ગીર, બરડા અને આલેચના માલધારી સમાજના યુવાનોએ ઈચ્છામૃત્યુની માગ સાથે કલેકટરને આપ્યું આવેદન

-

Junagadh news in Gujarati : જુનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ મોટી સંખ્યામાં ગીર, બરડા અને આલેચના (Gir, Barda, Aalech) ચારણ, ભરવાડ અને રબારી માલધારી સમાજના (Charan, Bharwad, Rabari) યુવાનો અને યુવતીઓ આવેદન પત્ર પાઠવવા પહોંચ્યા હતા. આવેદન પત્ર આપવા આવેલા યુવાનો ઈચ્છામૃત્યુની માંગણી સાથે પહોંચ્યા હતા. યુવાનોનું કહેવું છે કે રાજ્ય સરકારની વિવિધ ભરતીઓ જેવીક એલ.આર.ડી. LRD , જી.એસ.આર.ટી.સી. GSRTC , પી.જી.વી.સી.એલ. PGVCL, જી.પી.એસ.સી GPSC સહિતની પરીક્ષાઓમાં પાસ થયેલા તેમજ મેરીટમાં પણ આવેલા ઉમેદવારોને જાતિના પ્રમાણપત્રની Cast Certificate ચકાસણીના બહાને ઓર્ડર આપવામાં આવતા નથી.

સરકાર અન્યાયી નીતિથી ઉમેદવારો સાથે ન્યાય નથી કરતી તેવા આક્ષેપ સાથે ગીર, બરડા અને આલેચના ચારણ, ભરવાડ અને રબારી સમાજના માલધારી યુવક, યુવતીઓ આજરોજ શુક્રવારે 29 એપ્રિલના રોજ કલેકટર કચેરી ખાત પહોંચ્યા હતા. આવેદનમાં તેમણે ઈચ્છામૃત્યુની માંગણ કરી જણાવ્યું છે કે તેમેને જાતિના પ્રમાણપત્રની ચકાસણીના બહાને નોકરીના ઓર્ડર મળતા નથી.

Junagadh: ગીર બરડા અને આલેચના માલધારી સમાજના યુવાનોએ ઈચ્છામૃત્યુની માગ સાથે આપ્યું આવેદન

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 1956 ના જાહેરનામા મુજબ ગીર બરડા અને આલેચ ના જંગલ ના નેસના રબારી ,ભરવાડ અને ચારણ સમાજ નો અનુસૂચિત જનજાતિમાં સમાવેશ થયેલ છે તેમ યુવાનો જણાવી રહ્યા છે.

આવેદન આપવા પહોંચેલા યુવાનો જણાવે છે કે , છેલ્લા વર્ષો થી અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્રની ચકાસણીના બહાને ઑર્ડર આપવામાં આવી રહ્યા નથી. આવા અન્યાય બાબતે અગાઉ પણ રબારી માલધારી સમાજના બે વ્યક્તિઓ એ સરકારી અન્યાય સહન ન થતા આત્મહત્યા કરી લીધેલ હતી, અને હવે આ બધા ઉમેદવારો આજ રોજ માનનીય રાજ્યપાલ મુખ્યમંત્રીને ઉદેશી જિલ્લા કલેકટર જૂનાગઢને આવેદનપત્ર આપેલ હતું. તેમણે આ સાથે જ ઇચ્છામૃત્યુની પરવાનગી પણ માંગેલ છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...