Junagadh News : પ્રાપ્ત માહિતી મુજબ, સેજની ટાંકીપાસે ભરત એપાર્ટમેન્ટમાં રહેતા જતીનભાઈ દિલીપભાઈ ભટ્ટ (ઉ.33) જમીને જુનાગઢ બસ સ્ટેન્ડ પાસે ચાલવા જતા હતા તે દરમિયાન એક અજાણ્યો ઇસમ તેમની સાથે ભટકાયો હતો. અને જતીનભાઈને ગાળો બોલવા લાગ્યો હતો. જતીનભાઈએ ગાળો બોલવાની ના પાડતા આરોપીએ પાસેની દુકાનની પાળીમાં પડેલી લાકડીથી જતીનભાઈને માર માર્યો હતો.
આરોપીએ જતીનભાઈને ઢસળ્યા હતા અને લાકડીથી માથામાં અને ડાબા ગાલે કાન પાસે માર માર્યો હતો જેના કારણે જતીનભાઈએ રાડારાડ કરતા આસપાસના માણસો ભેગા થઇ ગયા હતા અને આરોપી નાસી ગયો હતો. જતીનભાઈને ડાબા ગાલમાં અને કાન પાસે એક ટાંકો આવ્યો હતો. આ અંગે જતીનભાઈએ આરોપા શબ્બીર સુલેમાન હાલા વિરૂધ્ધ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કેશોદમાં પરિણીતાને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ
મહિલાઓ સાથેના અત્યાચારના ગુનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે માળિયા હાટીનાના કુકસવાડા ગામમાં રહેતા આરતીબેન પ્રકાશકુમાર પંડીત (ઉં.25) ને તેમના પતિ પ્રકાશકુમાર પંડીત, સાસરા કચરાભાઈ અરજનભાઈ પંડીત, સાસુ વાલીબેન પંડીત અને દીયર દીનેશભાઈ પંડીત સાથે મળીને આરતીબેનને શારિરીક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. તેમજ આરતીબેનને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા કેશોદ પોલીસ સ્ટેશનમાં તેમના પતિ, સાસુ-સસરા અને દીયર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘરેલુ હીંસાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
માંગરોળના દરસાલીમાં દુકાનનો દરવાજો તોડીને રૂ. 1.30 લાખની ચોરી
દરસાલીમાં રહેતા અંકીતભાઈ જમનભાઈ કયાડાની દુકાનમાં રાત્રી દરમિયાન કોઇ અજાણ્યા ચોરે દુકાનની પાછળના દરવાજાની નકુચા તોડીને દુકાનમાં પ્રવેસ કરીને દુકાનના હિસાબ કિતાબના થડામાં રાખેલા મોબાઇલ બેલેંસના રૂ.70,000 તેમજ પતરાની પેટીમાં રાખેલા રૂ.60,00 ના ચોરી કરી હતી. આ અંગે અંકીતભાઈએ કુલ રૂ.1.30 લાખની ચોરીની ફરિયાદ શીલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
જુનાગઢમાં જૂની અદાવતમાં યુવકને લોખંડના પાઇપ વડે મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી
જુનાગઢના જોષીપરામાં નંદનવન સોસાયટી બ્લોક નંબર 22 માં રહેતા મોહસીનશાહ મહમદશાહે (ઉ.૩૭) અગાઉ રાજકોટમાં રહેતા વસીમ અલ્લારખા મલેક (ઉ.૩૪) સામે અગાઉ કોઇ બાબતે અરજી કરી હતી. આ અરજીની અદાવત રાખીને વસીમે મોહસીનશાહને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તે ઉપરાંત તેમની સ્વીફ્ટ ગાડીને પણ નુકશાન પહોંચાડ્યું હતું. મોહસીનશાહે આ અંગે શહેરના બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વાંચો- સહારા સેબીનો કેસ પુરો થાય ત્યારે તમારા હક્કની રકમ પરત મળે ! આ કેવો જવાબ