Junagadh News in Gujarati : ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સુચનાથી જુનાગઢ મહાનગર અને જિલ્લાના મીડિયા વિભાગની (BJP Media Cell) બેઠક યોજાઈ હતી. આ તકે ગુજરાત પ્રદેશ મિડિયા વિભાગના કન્વિનર યજ્ઞેશભાઇ દવે તથા યમલભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ વાંચો – કાંડ પે કાંડ ? રાજકોટમાં વધુ એક કાંડના આરોપ પૂર્વ મુખ્યમંત્રી સુધી પહોંચ્યા ?
ગઈકાલે રવિવારના રોજ ભારતીય જનતા પાર્ટી જુનાગઢના સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર અને જિલ્લાના મિડીયા વિભાગની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુનાગઢ શહેર/જિલ્લાના ઇલેક્ટ્રીક મિડિયા અને પ્રિન્ટ મિડિયા, સોશ્યલ મીડિયાના પત્રકારોની ઉપસ્થિતમાં ગુજરાત પ્રદેશ ભાજપ મિડિયા વિભાગના સહપ્રવક્તા કીશોરભાઇ મકવાણા તથા હેમંતભાઈ ભટ્ટ, મિડિયા વિભાગ સૌરાષ્ટ્ર ઝોન સંયોજક સુરેશભાઈ માંગુકિયા, જૂનાગઢ શહેર/જિલ્લા મીડિયા પ્રભારી હિરેનભાઈ જોશી, સુરેશભાઈ પરમાર સાથે પત્રકારોએ ખુલ્લા મનથી ચર્ચા અને સંવાદ કર્યો હતો.
Junagadh news : સર્કિટ હાઉસ ખાતે BJP ના મીડિયા વિભાગની બેઠક યોજાઈ

વધુ વાંચો – ગંભીર આરોપો બાદ પૂર્વ મુખ્યમંત્રીનું ભેદી મૌન ? ‘ખાખી’ બાદ ‘ખાદી’ સુધી આરોપ
કાર્યક્રમમાં જૂનાગઢ શહેર ભાજપના મહામંત્રી સંજયભાઈ મણવર, ભરતભાઈ શીંગાળા, શૈલેષભાઈ દવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, સાશક પક્ષના નેતા કીરીટભાઇ ભીમ્ભા દંડક અરવિંદભાઈ ભલાણી શહેર મિડીયા વિભાગના સંજયભાઈ પંડ્યા, સુરેશભાઈ પાનસુરીયા જીતુભાઈ ઠકરાર જીલ્લા ભાજપના મિડિયા વિભાગના ભરતભાઈ ચારીયા, અતુલભાઈ કાચેલા તથા દરેક મંડલના મિડિયા વિભાગના કન્વિનર સહકન્વિનરઓ ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગ બાદ મિડિયા વિભાગના પ્રદેશ અગ્રણીઓ તથા સૌરાષ્ટ્ર ઝોન મિડિયા ઇન્ચાર્જઓ સાથે જુનાગઢના મિડીયા પ્રેસ અને મિડીયા પ્રતિનિધિઓની ઓફિસ જઈ રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી.
