Homeઆંતરરાષ્ટ્રીયમહિલા નેતાને પ્રસૂતિની પીડા થઈ તો સાઈકલ ચલાવીને હોસ્પિટલ પહોંચ્યા

મહિલા નેતાને પ્રસૂતિની પીડા થઈ તો સાઈકલ ચલાવીને હોસ્પિટલ પહોંચ્યા

-

નેતા હોય તો આવા: પ્રસૂતિની પીડા થઈ તો સાઈકલ ચલાવીને હોસ્પિટલ પહોંચ્યા, પછી જે થયું તેને આખી દુનિયા કરી રહી સલામ

એક સ્ત્રી શું ન કરી શકે? તેના માટે કંઈપણ શક્ય છે. આવી વાતો વારંવાર કહેવામાં અને સાંભળવા મળે છે. પરંતુ ન્યુઝીલેન્ડના સાંસદે આ વાત ફરી એકવાર સાચી સાબિત કરી બતાવી છે. તેઓ પ્રસૂતિની પીડામાં સાઇકલ ચલાવીને હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારબાદ એક કલાક પછી તેની સુવાવડ થઈ હતી. ન્યૂઝીલેન્ડની સાંસદ જુલી એન જેન્ટરની કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

જેન્ટરે તેની પોસ્ટમાં શું શું લખ્યું?
સાંસદ જુલી એન જેન્ટરને રાત્રે 2 વાગ્યે પ્રસૂતિ પીડા થઈ હતી. આ પછી તેમણે પોતાની સાયકલ ચલાવી હોસ્પિટલ પહોંચ્યા હતા. લગભગ એક કલાક પછી તેણે બાળકને જન્મ આપ્યો હતો. જેન્ટરે લખ્યું, મોટા સમાચાર ! આજે સવારે 3 વાગ્યાને 4 મીનિટે અમે અમારા પરિવારના સૌથી નવા સભ્યનું સ્વાગત કર્યું.

New Zealand politician Julie Anne Genter cycles to hospital to give birth
New Zealand politician Julie Anne Genter cycles to hospital to give birth

હું ખરેખર સાયકલ ચલાવવાનું વિચારી રહી હતી, પરંતુ અંતે તે સાચું પડ્યું. જ્યારે અમે હોસ્પિટલ જવા માટે 2 વાગે નીકળતા હતા ત્યારે બહુ તકલીફ ન હતી. પણ થોડા સમય પછી દુખાવો વધી ગયો. પછી 2 થી 3 કિલોમીટરનું અંતર કાપવામાં થોડો સમય લાગ્યો.

અમે જાણતા હતા કે મારા ગર્ભમાં એક સ્વસ્થ બાળક સૂઈ રહ્યું છે. એકદમ તેના પિતાની જેમ જ. હોસ્પિટલ પહોંચ્યા પછી એક મહાન ટીમ મળી. ટૂંક સમયમાં મેં તેમની હાજરીમાં એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.

લોકોએ કહ્યું- સાયકલ ચલાવવી ફાયદાકારક છે
જેન્ટરની પોસ્ટને પ્રજા દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. લોકોએ શુભેચ્છા પાઠવી. અન્ય યુઝર્સે કહ્યું કે, પ્રસૂતિ દરમિયાન સાઈકલ ચલાવવી વધુ ફાયદાકારક સાબિત થઈ છે. આ પહેલીવાર નથી જ્યારે જેન્ટર સાઈકલ લઈને બાળકને જન્મ આપવા માટે હોસ્પિટલ પહોંચ્યા હોય. ત્રણ વર્ષ પહેલા પણ તે સાયકલ દ્વારા ઓકલેન્ડ હોસ્પિટલ પહોંચ્યા હતા અને બાળકને જન્મ આપ્યો હતો.

Must Read