Homeગુજરાતરાજકોટરાજકોટ જિલ્લાના વિવિધ વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા કરતા મંત્રી જીતુ વાઘાણી તથા...

રાજકોટ જિલ્લાના વિવિધ વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા કરતા મંત્રી જીતુ વાઘાણી તથા અરવિંદ રૈયાણી

-

રાજકોટ તા.૨૩ ડીસેમ્બર – રાજ્યના શિક્ષણ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીએ રાજકોટ શહેર તથા જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી અને જિલ્લાના નાગરિકોને પડતી મુશ્કેલીઓનું સત્વરે નિવારણ કરવા સંબંધિત વિભાગોના સરકારી અધિકારીઓને સૂચના આપી હતી.

Jitu Waghan and Arvind Raiani giving a comprehensive review of development works in Rajkot city news
Jitu Waghan and Arvind Raiani giving a comprehensive review of development works in Rajkot city news
નાગરિકોને પડતી મુશ્કેલીઓનું સત્વરે નિવારણ લાવવા મંત્રીઓએ અધિકારીઓને આપેલી સુચના – Jitu Waghan and Arvind Raiani giving a comprehensive review of development works in Rajkot city news
Jitu Waghan and Arvind Raiani giving a comprehensive review of development works in Rajkot city news
Jitu Waghan and Arvind Raiani giving a comprehensive review of development works in Rajkot city news

      મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટ શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં બની રહેલા અંડરપાસ અને ઓવરબ્રિજથી ઉપસ્થિત થનારી ટ્રાફિકની સમસ્યાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અને સરકારી શાળાઓના મકાનો, ગ્રામ્ય માર્ગો, પાણી વગેરે બાબતોના પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી. નગરપાલિકા વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસકામો બનતી ત્વરાએ આટોપવા મંત્રી વાઘાણીએ તાકીદ કરી હતી. અને વહીવટી પ્રક્રિયાઓમાં બિનજરૂરી સમય ન વેડફવા જણાવ્યું હતું. જિલ્લાભરના નવા તથા મંજૂર થયેલા વિકાસ કામોની યાદી પ્રોપર ચેનલ મારફત મોકલવા મંત્રીએ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું અને આ બાબતે રાજ્ય સરકારમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની મંત્રી વાઘાણીએ ખાતરી આપી હતી.

Jitu Waghan and Arvind Raiani giving a comprehensive review of development works in Rajkot city news
Jitu Waghan and Arvind Raiani giving a comprehensive review of development works in Rajkot city news

     કલેકટર અરુણ મહેશ બાબુએ રાજકોટ ખાતે આકાર લઇ રહેલા વિવિધ વિકાસ કામો જેવા કે એઈમ્સ હોસ્પિટલ, હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ, પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલય, ઝનાના હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, પદ્મકુવરબા હોસ્પિટલ, ઈશ્વરીયા પાર્ક, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ચૌધરી હાઇસ્કુલના કેમ્પસમાં બનનારી મુવેબલ હોસ્પિટલ, શાસ્ત્રી મેદાન વગેરેની પ્રગતિના કામોની પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મંત્રી જીતુ વાઘાણીને સવિસ્તર માહિતી આપી હતી. સુશાસન સપ્તાહ નિમિત્તે યોજાનારા ગુડ ગવર્નન્સ સંબંધિત કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા કલેક્ટર મહેશ બાબુ ઉપસ્થિતો સમક્ષ રજૂ કરી હતી. કોરોના વિરોધી રસીના રસીકરણ તથા સેવા સેતુ કાર્યક્રમ અંગેની ચર્ચા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી. કલેકટરએ જણાવ્યું હતું કે રાજકોટ અમદાવાદ હાઇવે ના ૨૮ કિલોમીટરનો વિસ્તાર રાજકોટ જિલ્લાની હદમાં સમાવિષ્ટ થાય છે, તેમાં પાંચ નવા ફ્લાયઓવર અને બે અંડરપાસ બનાવવાની મંજૂરી રાજ્ય સરકારે આપી દીધી છે. સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચેના રેલવે લાઈનને ડબલ ટ્રેક બનાવવાની કાર્યવાહીની વિગતો પણ આ બેઠકમાં સમાવી લેવાઈ હતી. Jitu Waghan and Arvind Raiani giving a comprehensive review of development works in Rajkot city news

કલેકટર કચેરીના બેઠક ખંડમાં યોજાયેલી આ બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કરએ બેઠકના પ્રારંભે ઉપસ્થિતોને આવકાર્યા હતા. મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.

Jitu Waghan and Arvind Raiani giving a comprehensive review of development works in Rajkot city news
Jitu Waghan and Arvind Raiani giving a comprehensive review of development works in Rajkot city news

      આ બેઠકમાં ગુજરાત મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સંસદસભ્ય મોહન કુંડારીયા, ધારાસભ્યો સર્વ ગોવિંદ પટેલ અને લાખાભાઈ સાગઠીયા, મેયર ડૉ. પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર દર્ષિતા શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ મનસુખ કર્યા અને શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશ મીરાણી, પોલીસ કમિશનરશ મનોજ અગ્રવાલ, રેન્જ ડી.આઈ.જી. સંદીપ સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, પી.જી.વી.સી.એલ.ના મેનેજિંગ ડાયરેક્ટર વરૂણકુમાર બરનવાલ, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધીમંત વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે કે પટેલ, એડિશનલ કલેક્ટર એન. એફ. ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત માંગુડા, પ્રાંત અધિકારીઓ સર્વ ચરણસિંહ ગોહિલ, રાજેશ આલ, પારસ વંડા, વીરેન્દ્ર દેસાઈ અને સિદ્ધાર્થ ગઢવી ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા તથા વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

Must Read