HomeબિઝનેસJio Payments Bank માં ખાતું કેમ ખોલવું અને ફાયદાઓ.

Jio Payments Bank માં ખાતું કેમ ખોલવું અને ફાયદાઓ.

-

રિલાયન્સ જિયો ભારતમાં એક લોકપ્રિય ટેલિકોમ ઓપરેટર બ્રાન્ડ છે, અને તેનો યુઝર બેઝ ઘણો મોટો છે. Jio તેના ગ્રાહકોને કોલિંગ સિવાય ઘણી સેવાઓ આપે છે.

Local, STD અને ISD કોલિંગની સાથે જિયો તેના ગ્રાહકોને હાઇ સ્પીડ ડેટા પણ આપે છે. એટલું જ નહીં, જિયો તમને પેમેન્ટ બેંક ખાતાની સેવા પણ પૂરી પાડે છે.આજે અહીં આપણે Jio પેમેન્ટ બેંક વિશે શીખીશું અને Jio પેમેન્ટ બેંક એકાઉન્ટ કેવી રીતે ખોલવું તે પણ જાણીશું.

Jio પેમેન્ટ બેંક(Payments Bank) વિશે માહિતી

Jio પેમેન્ટ બેંક શું છે તેના વિષે ટુંકી માહિતી –

Jio Payment Bank એક ભારતીય પેમેન્ટ બેંક છે, ઉદા. તરીકે કે Paytm Payment Bank, Airtel Payment Bank, Aditya Birla NSDL Payment Bank અને Fino Accounts વગેરે. તે એક વર્ચ્યુઅલ બેંક છે જેને તમે તમારા મોબાઈલથી નિયંત્રિત કરી શકો છો, જો કે, ટૂંક સમયમાં રીલાયન્સ તેના આઉટલેટ્સ દેશના ઘણા સ્થળોએ ખોલવા જઈ રહ્યું છે.તમે Jio નંબર વગર પણ Jio પેમેન્ટ બેંક ખાતું ખોલી શકો છો, આ માટે તમારે આધાર કાર્ડ અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબરની જરૂર પડશે

જિયો પેમેન્ટ બેંકના ફાયદો –

જિયો પેમેન્ટ બેન્ક માટે, તમારે સામાન્ય બેંકની જેમ મિનિમમ બેંક બેલેન્સની જરૂર નથી.આ પેમેન્ટ બેંક સાથે જોડાઈ, તમે ઝડપી બધા પ્રકારના રિચાર્જ કરી શકો છો. આ ઉપરાંત, તમે એક ક્લિક બિલ પેમેન્ટ પણ કરી શકો છો.તમને Jio પેમેન્ટ બેંક તરફથી 4% વ્યાજ પણ મળે છે. નોન યુજ ખાતા માટે કોઈ દંડ ચાર્જ નથી. હાલમાં Jio પેમેન્ટ બેંક દેશભરમાં 70,000 થી વધુ આઉટલેટ ધરાવે છે.

Jio પેમેન્ટ બેંક ખાતું કેવી રીતે ખોલવું?

જિયો પેમેન્ટ બેંક ખાતું ખોલવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે. તમે માયજિયો એપ દ્વારા તમારું ખાતું ખોલી શકો છો. આ માટે તમારે આધાર નંબર અને પાન કાર્ડ નંબરની જરૂર પડશે. આ વિગતોની ચકાસણી ઓટીપી દ્વારા કરવામાં આવશે.આ OTP આધાર સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે.આ પ્રક્રિયા 100% પેપરલેસ છે અને તમારે કોઈપણ દસ્તાવેજની ફોટોકોપીની જરૂર નથી.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....