Homeરાષ્ટ્રીયઝારખંડ કેબલ કાર અકસ્માત: ત્રણના મોત, એરફોર્સના ઓપરેશનમાં ડઝનેક લોકોને બચાવાયા

ઝારખંડ કેબલ કાર અકસ્માત: ત્રણના મોત, એરફોર્સના ઓપરેશનમાં ડઝનેક લોકોને બચાવાયા

-

વિડીયો Video ઝારખંડ Jharkhand : રવિવારે ઝારખંડના દેવઘરમાં ત્રિકુટ પહાડીઓ પર રોપ-વેની અનેક ટ્રોલીઓ એકબીજા સાથે અથડાઈ હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. રવિવારના અકસ્માતમાં 12 કેબિનમાં કેટલાય ડઝન લોકો ફસાયા હતા જેમાંથી 62ને બચાવી લેવાયા છે. ચાર કેબલ કારમાં હજુ પણ 20 જેટલા લોકો ફસાયેલા છે. આ દરમિયાન 27 લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે અન્ય એક વ્યક્તિનું મોત થયું છે. રાત્રીના કારણે બચાવ કાર્ય હાલ પુરતું અટકાવી દેવામાં આવ્યું છે અને આવતીકાલે સવારે ફરી શરૂ કરવામાં આવશે.

ઘાયલોને સારવાર માટે દેવઘર સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ટેકનિકલ ખામીના કારણે બની હોવાનું જણાય છે, જેના કારણે કેબલ કાર અથડાઈ હતી.સમાચાર એજન્સી પી.ટી.આઈ.ના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ રોપવે મેનેજર અને અન્ય કામદારો સ્થળ પરથી ભાગી ગયા હતા.

ઝારખંડ Jharkhand/કેબલ કાર અકસ્માત: ત્રણના મોત એરફોર્સના ઓપરેશનમાં ડઝનેક લોકોને બચાવાયા

અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીએ જણાવ્યું હતું કે, ઘટના બાદ કેબલ કારમાંથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે પતિ-પત્ની ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દેવઘરના ડેપ્યુટી કમિશનર મંજુનાથ ભજંત્રીએ જણાવ્યું હતું કે બચાવ કામગીરી માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક ટીમ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સ્થાનિક લોકો પણ NDRFને બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે.

લોકોને અફવાઓ ન ફેલાવવાની અપીલ કરતાં ડેપ્યુટી કમિશનરે કહ્યું, “સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. કેટલાક લોકો હજુ પણ રોપ-વે પર કેબલ કારમાં ફસાયેલા છે અને તેમને બચાવવામાં આવી રહ્યા છે. તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે.

jharkhand-news-cable-ropeway accident today latest

બીજી તરફ દેવઘરમાં ત્રિકૂટ રોપવે અકસ્માત પર સાંસદ નિશિકાંત દુબેની પ્રતિક્રિયા પણ આવી છે. તેમણે કહ્યું છે કે તેઓ ત્રિકૂટ રોપવે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.

jharkhand-news-cable-ropeway accident today latest 2022

એનડીઆરએફની ટીમ ઉપરાંત સેનાના જવાનો પણ રવિવારથી ફસાયેલા લોકોને બચાવવા દેવઘરના ત્રિકૂટ રોપવે પર પહોંચી ગયા છે. હેલિકોપ્ટર દ્વારા મદદ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Watch Viral Funny Video :

વીડિયોમાં જૂઓ પતિ-પત્નીએ હોટેલનું બીલ ન ચુકવવા કેવો કિમીયો કર્યો !

Viral Video/અસલી ‘બાહુબલી’ આ રહ્યો ! સોશિયલ મીડિયા પર આવું કરી બની ગયો ‘બાહુબલી’

Must Read