કવિ અને કવિતા

-

સંપાદક: જેતસીભાઈ ગ્રામશિલ્પી

કવિ નામ: જિગર જોશી ‘પ્રેમ’
પૂરૂં નામ: જિગર મધુકાન્તભાઈ જોશી
જન્મ તારીખ: ૧૪/૦૪/૧૯૮૫
અભ્યાસ: બી.કોમ., એમ.એસ.ડબલ્યુ.
વ્યવસાય: સરકારી નોકરી, જીવનકલા ફાઉન્ડેશનમાં કાર્યરત
હાલનું સરનામુ: “પ્રેમ”, ગંગોત્રી પાર્ક/૫૯, સવાણી કિડની હોસ્પિટલ સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ – ૫
સંપર્ક નંબર: ૯૯૨૫૧૫૭૪૭૫
સાહિત્ય સર્જન: ગીત, ગઝલ (ગુજરાતી, હિન્દી, ઉર્દૂ), નઝમ, ટ્રાયોલેટ, સળંગ બાલકથા, ઉખાણા, બાળગીતો.
ગીત: આ કેવી નીંદર

આ કેવી નીંદર જેમાંથી જાગ્યા પણ ના જાગ્યા
આટઆટલું દીધું એણે; તોય અખેવન માગ્યા!

હથેળીઓના દરિયા જેનાં તળ ના લાગ્યાં હાથ
જે મૂક્યું તે ડૂબ્યું એમાં, આ તે કેવી ઘાત!
માયાનાં મોજામાં સૌએ પગ પલાળ્યે રાખ્યા.

આંખો આપી, દૃષ્ટિ દીધી; તોય ન જાણ્યું સત
‘જીવ’માં કોણે પાડ્યા અક્ષર; કોણે લખિયો ખત?
મંદિરિયા પર ‘ધજા’ નામને ફરફરતાં બસ રાખ્યા.

– જિગર જોષી ‘પ્રેમ’


કવિ મુળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામના વતની. ઘણાં વર્ષોથી એમનો પરિવાર રાજકોટ આવીને વસ્યો છે. કવિશ્રીના દાદા એટલે મહિપતરામ જોશી ઉત્તમ બાળ સાહિત્યકાર. કવિશ્રીના પિતાશ્રી મધુકાન્તભાઈ જોશી બાળ સાહિત્યક્ષેત્રે કાર્યરત છે. એટલે એવું કહી શકાય કે સાહિત્ય સંસ્કાર કવિને વારસામાં મળ્યા છે. ઉત્તમ ગઝલ સર્જનને લઈ આઈ. એન. ટી. નો ‘શયદા એવોર્ડ’ ૨૦૧૫ માં કવિશ્રીને પ્રાપ્ત થયો. તેમની રચનાઓ સાહિત્યિક સામયિકો અવારનવાર પ્રકાશિત થતી રહે છે. હાલ જીવનકલા ફાઉન્ડેશન દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ અર્થે પાયાનું કાર્ય કરી રહ્યા છે. ‘ટમટમકિડ્સ’ બાળ માસિક ચલાવી રહ્યા છે. તેમની ગઝલના મને ગમતો શૅર….

“એક તાળામાં ચાવી એવી ફસાઈ ગઈ છે,
અડઘી દુનિયા બહાર ને અડઘી પુરાઈ ગઈ છે.”

“પહેલી, બીજી, ત્રીજી નજરે બિલકુલ કોરો લાગ્યો અમને,
વખત જતાં એ જાણ થઈ કે ખાલીપો આવ્યો કાગળમાં…”

“તું અઢી અક્ષરમાં બાંધી રાખ મા,
‘પ્રેમ’નું સન્માન હોવું જોઈએ.”

ભવિષ્યમાં બાળકો માટે સર્જનાત્મક ભવનનું નિર્માણ કરે તેવી શુભેચ્છાઓ…

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...