Homeગુજરાતરાજકોટજેતપુરના બોરડી સમઢીયાળા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું

જેતપુરના બોરડી સમઢીયાળા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું

-

સુરેશ ભાલીયા (Jetpur News) : જેતપુરના બોરડી સમઢીયાળા ગામે સીમ વિસ્તારમાં વાડીમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી વાડી માલિક સહિત ૮ શખ્સો ને તાલુકા પોલીસે ઝડપી લીધા.

જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે સીમ વિસ્તારમાં આવેલ વાડી માં ચાલતા જુગારધામ ઉપર જેતપુર તાલુકા પોલીસે (Jetpur Taluka Police) દરોડો પાડી વાડી માલિક સહિત આઠ શખ્સો ને રૂ. ૧,૪૯,૨૫૦ મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ  ટી.બી. જાની સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન જેતપુર તાલુકાના બોરડીસમઢીયાળા ગામમાં સિમ વિસ્તારમાં આવેલ જગદીશભાઇ હેમંતભાઇ પાનસુરીયા પોતાની વાડીએ માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની એ.એસ.આઇ. મહિપાલસિંહ ચુડાસમાને સંયુકત મળેલ બાતમીના આધારે દરોડો કર્યો હતો.

વધુ વાંચો- મોરબી જિલ્લાના હળવદ અને માળીયામાં તિનપત્તિ અને વરલીના આરોપી પકડાયા

Jetpul Taluka Police એ પકડેલા આરોપી

  1. જગદીશભાઇ હેમંતભાઇ પાનસુરીયા (ઉ.વ. ૩૩)
  2. કેતનભાઇ ઉર્ફે જીગ્નેશભાઇ કાંતીભાઇ ગજેરા (ઉ.વ. ૩૪)
  3. મનીષભાઇ વીનુભાઇ ઠુંમર (ઉ.વ. – ૩૬)
  4. હરેશભાઇ વલ્લભભાઇ પાઘડાર (ઉ.વ. ૪૯)
  5. અનીલભાઇ હરસુખભાઇ સાવલીયા (ઉ.વ. ૩૦)
  6. મુકેશભાઇ પાલાભાઇ જાદવ જાતે – (ઉવ .૪૦)
  7. પંકજભાઇ હરસુખભાઇ સાવલીયા (ઉ.વ. ૩૨)
  8. સાગરભાઇ રાજેશભાઇ લુણાગરીયા (ઉ.વ. ૨૨)

Police એ કબ્જે કરેલો મુદ્દામાલ

રોકડ રૂ. ૪૭,૨૫૦, ૮ મોબાઇલ. રૂ. ૪૭૦૦૦, ગંજીપતાના પાના નંગ -૫૨ ૩ મોટર સાઇકલ. રૂ. ૫૫૦૦૦ મળી કુલ રૂ .૧,૪૯,૨૫૦ મુદામાલ સાથે ઝડપી કાર્યવાહી કરી હતી.

વધુ વાંચો- રાજનીતિના કલાસ કરાવશે નરેશ પટેલ; શું દુઃખે પેટ કુટે માથું જેવી સ્થિતિ ?

Must Read