Homeગુજરાતરાજકોટજેતપુર ખાતે સ્વામિનારાયણ ગાદી-પદાભિષેક ઉત્સવમાં રાજ્યમંત્રી વિનોદ મોરડિયાની ઉપસ્થિતિ

જેતપુર ખાતે સ્વામિનારાયણ ગાદી-પદાભિષેક ઉત્સવમાં રાજ્યમંત્રી વિનોદ મોરડિયાની ઉપસ્થિતિ

-

Jetpur News તા. ૧૧ નવેમ્બર – સ્વામિનારાયણ(Swami Narayan) ધર્મમાં સૌથી વધુ મહત્ત્વ ધરાવતું જેતપુર(Jetpur) સ્વામિનારાયણ ભગવાનનું ગાદીસ્થાન મંદિર છે,  તેના 220 વર્ષ પુરા થવાના પ્રસંગે જેતપુર સ્વામિનારાયણ ગાદીસ્થાન મંદિર દ્વારા ગાદી- પદાભિષેક અને કથાપારાયણ ઉત્સવ યોજાઇ રહ્યો છે આ ઉત્સવના બીજા દિવસે શહેરી વિકાસ રાજ્યમંત્રી(Minister of State) વિનોદભાઈ મોરડીયા(Vinod Mordia) ઉત્સવમાં જોડાયા(presence at the festival) હતા.

મંત્રીએ કથા પારાયણનું રસપાન કરી મહાઆરતી કરી હતી. આ પ્રસંગે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, અગ્રણી ચેતનભાઈ રામાણી સહિત સંતગણની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Vinod Moradiya Visit At -Jepur swaminarayan Mandir

ઉત્સવ પ્રસંગે પધારેલ મંત્રી વિનોદભાઈ મોરડીયાનું સ્વામિનારાયણ મંદિરના સંત નીલકંઠચરણદાસજી અને સંત વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સેવા સંસ્કાર અને ધર્મનું શ્રેષ્ઠ કાર્ય થઈ રહ્યું છે, તેમાં પણ જેતપુરના ભગવાન સ્વામિનારાયણના ગાદી સ્થાન ની પવિત્રતા પ્રજ્વલિત રહી છે, જેના માધ્યમથી લોકોને ધર્મ-ભક્તિના આદર્શોની પ્રેરણા પ્રાપ્ત થતી રહે છે . મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ ઉત્સવમાં મને પધારવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તેનાથી હું ધન્ય બન્યો છું .

આ પ્રસંગે સાંસદ રમેશભાઈ ધડુક અને અગ્રણી મનસુખભાઈ ખાખરીયા નું પણ સંતો હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે જેતપુર ખાતે આયોજિત ગાદી પદાભિષેક ઉત્સવ ૧૪-નવેમ્બર સુધી ચાલશે અને તેમાં હરીભક્તોને  કથા પારાયણ નું રસપાન કરાવાશે. અને દરરોજ વિશેષ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે .|||

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....