Homeગુજરાતરાજકોટજેતપુર સ્વામિનારાયણ મંદિર ખાતે ગાદી પટ્ટાભિષેક મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ.

જેતપુર સ્વામિનારાયણ મંદિર ખાતે ગાદી પટ્ટાભિષેક મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ.

-

રાજકોટ(Rajkot City News),તા.13- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે સ્વામિનારાયણ મંદિર(Jetpur Swaminarayan mandir) ગાદી(Gadi Pattabhishek) સ્થાન ખાતે યોજાયેલા મહોત્સવમાં સહભાગી થઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા.

Jetpur Swaminarayan mandir – સ્વામિનારાયણના જેતપુર ગાદી સ્થાનના ૨૨૦ વર્ષ તેમજ મહિલા સ્વામિનારાયણ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ભક્ત ચિંતામણી પારાયણ કથા અને મહોત્સવમા સહભાગી થઈ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે હરિભક્તોને જણાવ્યું હતું કે તમે જે આસ્થાથી અહીં બેઠા છો એ આસ્થાથી હું પણ અહીં આશીર્વાદ લેવા આવ્યો છું.

ગાદીસ્થાનના મહાત્મ્યને જણાવી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અહીંથી સદવિચારો મેળવીને આપણે સેવાના કાર્યો કરવાના છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અમે સૌ જનતાની સારી રીતે સેવા કરી શકીએ ,જનતાના સારા કાર્યો થાય તેમજ નાનામાં નાના માણસ છેવાડાના માણસની સેવા કરી શકીએ તે માટે ભગવાન સ્વામિનારાયણના- સંતોના આશીર્વાદ મળે તેવી પ્રાર્થના કરું છું.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો અને હરિભકતોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું હરિભક્તો આગેવાનોએ સ્વાગત કરી અભિવાદન કર્યું હતું. શ્રી નીલકંઠ ચરણ દાસજી સ્વામીએ મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર પુષ્પમાળા અર્પણ કરી આશીર્વાદ આપ્યા હતા. આ પૂર્વે વિવેક સાગર સ્વામીએ મુખ્યમંત્રી અને મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર સેવાના અને મહિલા સશક્તિકરણના કાર્યો બિરદાવ્યા હતા.

મહોત્સવના કાર્યક્રમમાં સહભાગી થઈ મુખ્યમંત્રીશ્રીએ સ્વામિનારાયણ ગાદી સ્થાન મંદિરે જઇ દર્શન કર્યા હતા 

આ પ્રસંગે દેવ પ્રકાશ સ્વામી, પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડીયા, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, ચેતનભાઈ રામાણી, કલેકટર અરુણ મહેશ બાબુ તેમજ સંગઠનના પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Must Read