સુરેશ ભાલીયા, જેતપુર : રાજકોટ તા. 4 જુલાઈ : સામાન્ય માનવીની સુવિધાઓ અને સુખાકારીને કેન્દ્ર સ્થાને રાખતી રાજ્ય સરકારે વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતાં અને જવાબદારીપણું નિભાવીને પ્રજાલક્ષી યોજનાઓને લાભ લોકોને ઘર આંગણે મળી રહે માટે “સેવા સેતુ” કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારે જિલ્લાના રાજકોટ અને જેતપુર તાલુકા (Jetpur Taluka)માં આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ તાલુકા વિકાસ અધિકારી એન.એમ.તરખાલાએ જણાવ્યું હતું કે, રાજકોટ તાલુકાના બેડલા મુકામે આઠમાં તબક્કાનો ચોથો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેડલા જિલ્લા પંચાયતની સીટમાં આવતા 16 ગામોના 500થી વધુ લાભાર્થીઓને સેવાસેતુ કાર્યક્રમનો લાભ આપવામાં આવ્યો હતો. જેમાં આવકનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, બી.પી.એલ પ્રમાણપત્ર, રેશનકાર્ડને લગત બાબતો, પોસ્ટ વિભાગની યોજનાઓ, આઈ.સી.ડી.એસ વિભાગની યોજનાઓ, આયુષ્યમાન કાર્ડ કેમ્પ, નવુ આધાર કાર્ડ અને અપડેટની કામગીરી, વિધવા સહાય યોજના સહિત સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકોને ઘર આંગણે પ્રાપ્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત જેતપુર તાલુકામાં સેવાસેતુના કાર્યક્રમની સાથે પ્રેમગઢ ગામે 75 રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે વતન પ્રેમ યોજના અંતર્ગત 66 સી.સી.ટી.વી. કેમેરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમ જેતપુર તાલુકા વિકાસ અધિકારી નિશાંત કુગશિયાએ કહ્યું હતું. આમ સેવાસેતુ કાર્યક્રમ ગ્રામ્ય અને તાલુકા કક્ષાના વિકાસનો સાચા અર્થમાં સેતુ બન્યો છે.
વધુ વાંચો- અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ: નાવલી નદીમાં પુર