સુરેશ ભાલીયા, જેતપુર સમાચાર : જેતપુર તાલુકાના મંડલીકપુર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને તેમના પતિ પર ભ્રષ્ટાચાર તેમજ બોગસ સહીઓ કરવાના આક્ષેપ લાગ્યા છે. જેતપુર તાલુકા પંચાયત (Jetpur Taluka Panchayat)ના સદસ્ય જીજ્ઞેશ રાદડીયા દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવતા રાજકારણમાં ચકચાર મચી ગઈ છે.
જેતપુર તાલુકાના મંડલીકપુર ગ્રામ પંચાયત (Mandalik Pur Gram Panchayat)ના સરપંચ મહિલા સરપંચ શિલ્પાબેન સેંજલિયા ચૂંટાયેલા છે. જેમના પર જેતપુર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞેશભાઈ રાદડીયા દ્વારા ગંભીર ગેરબંધારણીય નાણાકીય વ્યવહારોના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. જીજ્ઞેશભાઈએ સરપંચ શિલ્પાબેન સેંજલિયા પર આક્ષેપ કર્યા છે કે, તેમના પતિએ કેટલાક બિલના ચેક પર સહી કરીને પાસ કરાવ્યા છે ઉપરાંત સરપંચ પર ખોટી રીતે બીલ પાસ કરવાના પણ આક્ષેપ લગાવાયા છે.

વધુ વાંચો- જેતપુરના રસ્તા પર આખલા યુધ્ધ; તંત્ર નિર્દોષ નાગરિક ભગો બને ત્યારે જાગશે ?
જીજ્ઞેશભાઈ રાદડીયાએ આ કેટલાક કથિત પુરાવા સાથે વિગતવાર લેખીતમાં ફરિયાદ રાજ્યના વિકાસ કમિશન તેમજ મુખ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય સહિતના અધિકારીઓને મોકલી છે. જીજ્ઞેશભાઈએ આવેદન આપી રજૂઆત કરી છે કે, કેટાલક બીલ પાસ કરવામાં મહિલા સરપંચના પતિએ ચેક પર સહીઓ કરી છે જે ખરેખર સરપંચની હોવી જોઈએ. ઉપરાંત ઉપસરપંચના પતિ દ્વારા પણ ચેક પર સહી કરી લાખો રૂપિયાના બિલ મંજૂર કરી ગોલમાલ કરી છે.

આ મામલે મંડલિકપૂરના મહિલા સરપંચ શિલ્પાબેન સેંજલિયા જણાવે છે કે, ‘તેમના બેંક ખાતામાં ટેકનિકલ પ્રોબ્લેમને કારણે સહીઓ બેન્કમાં બદલી નથી માટે તેમના પતિએ સહી કરી હતી. બિલની ચૂકવણી કરવાની બાકી હોય આ સહી કરી હતી ખરેખર કોઈ પ્રકારનો નાણાકિય વ્યવહારમાં કોઈ ગોટાળો નથી. આમ અમારા પર ખોટી રીતે આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.’
વધુ વાંચો- ખુલ્લી ગટરમાં ખાબકી રિક્ષા; મોરબી નગરપાલિકા મોટા અકસ્માતની રાહ જૂએ છે ?

આ મામલે તાલુકા વિકાસ અધિકારી જણાવે છે કે, તમામ વહીવટ ગેરબંધારણીય કહી શકાય તે મામલે જે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે તેમની તપાસ સમિતિ રચી કસૂરવાર હશે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પરંતુ સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે, પૂર્વ સરપંચ હાલના મહિલા સરપંચની સહી તેમના પતિ હોય તો પણ કેવી રીતે કરી શકે. આ પ્રકારે જો વ્યવહાર થયા હોય તો તેમાં અનેક શંકા કુશંકા પેદા થઈ શકે છે.