જેતપુર ન્યુઝ : જેતપુરના સાડીના કારનાખામાં બોઈલરનું ઓઈલ લીકેજ થતા આગ ફાટી નીકળી હતી. કારખાનામાં આગ ફાટી નિકળ્યાનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ (Fire Brigade)ના જવાનોએ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ જેતપુરના ધોરાજી (Dhoraji Road)રોડ પર આવેલ ઇમ્પીરિયલ સાડીના કારખાનામાં આગ લાગી હતી. આગ લાગવા પાછળ કારખાનાના બોઇલરમાં ઓઇલ લીકેજ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. બોઈલરની ચેમ્બરમાંથી ઓઈલ લીકેજ થતા આગની લપટોથી ઘેરાયું હતું.

ઓઈલ લીકેજથી લાગેલી આગ બાયોકોલ પર પડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તુરંત નગરપાલિકાના ફાયર વિભાગને આગની જાણ કરવામાં આવતા ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટના સ્થળ પર આગ કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવાયો હતો. ઘટનામાં કારખાનાના બોઈલરને નુકશાની સિવાય કોઈ મોટી નુકશાનીના અહેવાલ મળ્યા નથી.