Homeગુજરાતરાજકોટજેતપુરના મંડલીકપુરમાં પાના કુટતા માર્કેટિંગ યાર્ડ ડિરેક્ટર, પૂર્વ સરપંચ સહિત 7 આરોપી...

જેતપુરના મંડલીકપુરમાં પાના કુટતા માર્કેટિંગ યાર્ડ ડિરેક્ટર, પૂર્વ સરપંચ સહિત 7 આરોપી પકડાયા

-

સુરેશ ભાલીયા, જેતપુર ન્યુઝ : જેતપુરના મંડલીકપુર ગામ (Mandlikpur Village) ની વાડીમાં જુગારનો દરોડો કરી પોલીસે યાર્ડ ડિરેક્ટર, પૂર્વ સરપંચ સહિત 7 આરોપીઓ પકડી પાડ્યા છે. પોલીસે વાડીમાં બોલાવી જુગાર (Gambling) રમાડતા અને રમતા આરોપીઓ પાસેથી સવા સાત લાખની કિંમતનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો.

જેતપુર તાલુકા પોલીસે (Jetpur Taluka Police) બાતમીના આધારે મંડલીકપુર ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડ કર્યો હતો. પોલીસે મોહનભાઈ કરશનભાઈ રાદડીયાની વાડીમાં દરોડો કરતા બહાથી માણસો બોલી જુગાર રમાડવાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડ કરી વાડીના માલીક મોહનભાઈ, નવઘણ કારાભાઈ સાંડેલા, વિશાભાઈ સામતભાઇ પરમાર, પરસોત્તમભાઈ જેરામભાઈ ટીલવા, નવઘણભાઈ કેશવભાઈ સાંડિલા, હરેશ  છગનભાઇ સેંજલિયા અને રજનીશ રતીભાઈ સિહોરાને પકડી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 1,11,740ની રોકડ રકમ, મોબાઈલ ફોન અને મોટર સાયકલ તેમજ કાર સહિત કુલ રૂપિયા 7,22,740નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, તીનપત્તિના જુગારના આરોપીઓમાં જેતપુર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર મોહનભાઈ રાદડિયા અને ગામના પૂર્વ સરપંચ તેમજ હાલના પંચાયતના મહિલા સભ્ય શિલ્પાબેનના પતિ હરેશભાઈ સેંજલીયા પકડાયા છે.

વધુ વાંચો- મોરબી જિલ્લાના ટંકારા, હળવદ સહિતના વિસ્તારોમાં વરસાદ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...