Homeગુજરાતરાજકોટજેતપુરના રસ્તા પર આખલા યુધ્ધ; તંત્ર નિર્દોષ નાગરિક ભગો બને ત્યારે જાગશે...

જેતપુરના રસ્તા પર આખલા યુધ્ધ; તંત્ર નિર્દોષ નાગરિક ભગો બને ત્યારે જાગશે ?

-

સુરેશ ભાલીયા, જેતપુર : રસ્તે રખડતા ઢોરની સમસ્યા રાજ્યના મોટાભાગના નગર અને શહેરમાં વકરી રહી છે. રખડતા ઢોરના ત્રાસના કારણે કેટલાક રાહદારીઓ ગંભીર રીતે ઈજાગ્સ્ત થયા છે સાથે જ કેટલાકના તો જીવ પણ ગયા છે. ત્યારે રખડતા ઢોરનો આતંક જેતપુરની બજારમાં જોવા મળ્યો હતો. જેમાં આખલા વચ્ચે રસ્તા પર જ જોરદાર યુધ્ધ છેડાયું હતું અને રાહદારીઓ જોખમમાં મુકાયા હતા.

જેતપુરના નવાગઢની આ ઘટના આજે 25 જૂલાઈના રોજ સવારે સામે આવી હતી. જેમાં નવાગઢ રોડ પર આખલા વચ્ચે યુધ્ધ છેડાતા રસ્તા પરથી પસાર થતા લોકો જોખમમાં મુકાયા હતા. આ ઘટના તાલુકા પંચાયતથી નજીક થઈ હતી અને સ્થાનિક લોકોએ આખલાને છુટા પાડવા માટે પ્રયાસો કરવા પડ્યા હતા.

અવાર-નવાર ઢોરના ત્રાસથી લોકો ઈજાગ્રસ્ત થયા કે મૃત્યુ પામ્યાના અહેવાલો રાજ્યમાં સામે આવે છે. ત્યારે સ્થાનિક તંત્રએ પણ આ મામલે કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ તંત્ર દ્વારા રખડતા ઢોર મામલે કોઈ નક્કર પગલા લઈ પરિણામ આવ્યું હોય તેવું જણાતું નથી. આ સ્થિતીમાં નિર્દોષ નાગરિકને જીવ ગુમાવવો પડે તો જવાદાર કોણે તેવો સવાલ નાગરિકો ઉઠાવી રહ્યાં છે.

વધુ વાંચો- જેતપર-પીપળી રોડ ઉપર બે કલાકથી ટ્રાફિકજામ: મોરબી

Must Read