Homeગુજરાતરાજકોટરાજકોટ ગ્રામ્ય LCBએ વાળાડુંગરાની સીમમાંથી 50 બોટલ દારૂ કબ્જે કર્યો: જેતપુર

રાજકોટ ગ્રામ્ય LCBએ વાળાડુંગરાની સીમમાંથી 50 બોટલ દારૂ કબ્જે કર્યો: જેતપુર

-

સુરેશ ભાલીયા, જેતપુર ન્યુઝ : રાજકોટ ગ્રામ્ય પોલીસ બોટાદની કથિત લઠ્ઠાકાંડની ઘટના બાદ દારૂના ગેરકાયદેસર વેપાર પર સતત દરોડા કરી રહી છે. ત્યારે આજરોજ રાજકોટ ગ્રામ્ય એલસીબી (Rajkot Rural LCB)ની ટીમ જેતપુર (Jetpur)ના વાળાડુંગરા ગામની સીમમાં ત્રાટકી હતી. પોલીસે દરોડો કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા દરોડો કરી જેતપુરના વાળાડુંગરા ગામની સીમમાં છાપરાવાડી ડેમ પાસેથી બાળની ઝાડીમાંથી મોટો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે ઝાડીમાંથી 50 બોટલ દારૂ કબ્જે કર્યો છે જ્યારે દારૂ મંગાવી સંગ્રહ કરનાર આરોપી બુટલેગર રામકુ ઉર્ફે રામજી બાવનજીભાઈ મકવાણા રહે. વાળાડુંગરાને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસે આરોપી વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ 65-એ 116 બી પ્રમાણે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

વધુ વાંચો- વિદ્યાર્થીને નગ્ન કરી જાતિય સતામણીનો વિડીયો બનાવનાર પ્રિન્સિપાલની ધરપકડ: સુરત

Must Read