Homeગુજરાતરાજકોટજેતપુરમાં પેન્સનના નામે છેતરી ગયેલી મહિલા આ રીતે ફરિયાદીએ શોધી, પોલીસે તો...

જેતપુરમાં પેન્સનના નામે છેતરી ગયેલી મહિલા આ રીતે ફરિયાદીએ શોધી, પોલીસે તો ફરિયાદ પણ નોંધી ન હતી

-

Jetpur News સુરેશ ભાલીયા, જેતપુર : આણંદ જિલ્લાની મહિલા વૃધ્ધાઓને છેતરી પેન્સન અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરતી હોવાનો રાજકોટમાં તાજેતરમાં જ પોલીસે પર્દાફાશ કર્યો હતો. ત્યારે જેતપુરના ત્રણ વૃધ્ધોની પણ પેન્સનની લાલચ આપી છેતપિંડી થઈ હતી. દોઢ મહિના અગાઉ થયેલી ઘટના અંગે થયેલી ઘટનાની જાણ પોલીસને કરી હતી પણ હવે જ્યારે વૃધ્ધાઓ પોતે આરોપી શોધીને ગયા ત્યારે ગુનો દાખલ થયો હોવાની ચર્ચા  છે.

રાજકોટના સોરઠિયાવાડી વિસ્તારમાં રહેતા સારબાઈબેન કુરેશી રાજકોટથી જેતપુર જઈ રહ્યાં હતા. ત્યારે નાગરિક બેન્ક પાસેથી બસમાં ચઢેલી એક મહીલાઆ વૃધ્ધા પાસે આવી બેઠી હતી. તે સારબાઈબેન સાથે વાતો કરી રહી હતી. દરમિયાન વૃધ્ધા સારબાઈબેનને જણાવ્યું કે તમને પેન્સન નથી આવતું તો પોતે મામલતદાર કચેરીએ કાગળ કરાવી પેન્શન અપાવશે. આમ મહિલાએ વૃધ્ધા સારબાઈબેનને જાળમાં ફસાવ્યા હતા.

આરોપી મહિલા વૃધ્ધા જેતપુરમાં મૈયતમાં ગયા હતા ત્યાં જેતપુરના બાપુની વાડી ખાતે પહોંચી હતી. ત્યાં જેબુનબેન શેખ અને મોહિનીબેન પ્રિતમણી નામની અન્ય બે વૃધ્ધ મહિલાઓને પણ ઠગ આરોપીએ ફસાવી લીધી હતી. આમ તે ત્રણેય મહિલાઓને લઈ મામલતદાર કચેરીના દરવાજા પાસે આવી હતી. જ્યાં વૃધ્ધ મહિલાઓને કહ્યું કે તમારા પાસપોર્ટ સાઈઝના ફોટો પડાવવાના છે. તમારા સોનાના દાગીના આપી દો. જો તે ફોટામાં દેખાશે તો ફોર્મ કેન્સલ થશે અને પેન્સન નહીં મળે. આમ આરોપી મહિલાએ ત્રણેય વૃધ્ધાના સોનાના દાગીના થેલીમાં મુકાવી દીધા હતા.

ત્યારબાદ આ ઠગ મહિલા જેબુનબેનને કચેરી બહાર બેસવાનું જણાવી અન્ય મોહિનીબેનના ડોક્યુમેન્ટ્સની ફોટો કોપી કરાવવાનું જણાવી સારબાઈબેનને અને મોહિનીબેનને પોતાની સાથે એક ઓટો રીક્ષામાં અમરનગર રોડ પર લઈ ગઈ હતી. ત્યાં સારબાઈબેનને નીચે ઉતારી દાગીનાની થેલી મોહિનીબેનને આપવાનું જણાવી મોહિનીબેનને સાથે લઈને જેતલસર ચોકડીએ લઈ ગઈ અને ત્યાં તેણી પાસેથી દાગીનાવાળી થેલી આંચકી તેણીને ધક્કો મારીને રીક્ષામાં નીકળી ગઈ હતી.

મોહિનીબેન ઠગ મહિલા સાથે થયેલ ઝપાઝપીમાં બેભાન થઈ ગઈ અને જ્યારે ભાનમાં આવી ત્યારે કોઈની મદદથી ઘરે આવી ત્યારે જેબુનબેન અને સારબાઇબેનને સઘળી હકકિત જણાવતા ત્રણેય વૃદ્ધાઓ પોલીસ સ્ટેશને પહોંચી હતી. અને પોલીસે તમામ વિગત મેળવી વૃદ્ધાઓને પોલીસ જીપમાં બેસાડી બનાવની જગ્યાએ તપાસ કરી પરંતુ ઠગ મહિલાનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. પોલીસે વૃદ્ધાઓ પાસેથી તમામ વિગત તો મેળવી પરંતુ ફરીયાદ ન નોંધી. મરણ મૂળી સમાન દાગીના વૃદ્ધાઓના છેતરપિંડી કરીને લઈ જતાં પારકા કામ કરીને ગુજરાન ચલાવતી આ વૃદ્ધાઓ તે પરત મેળવવાની આશાએ પોલીસને ફરીયાદ નોંધવા માટે અનેકવાર રજુઆત કરી પરંતુ પોલીસ કોઈ કારણસર ફરીયાદ નોંધતુ જ ન હતું.

દરમિયાન એક અકબારના માધ્યમથી રાજકોટના લીલાવંતીબેન સુરાણી નામના મહિલાની સાથે પણ આ જ રીતે છેતરપિંડીના અહેવાલ વૃધ્ધાને મળ્યા હતા. જેમાં દેખાતી મહિલા આરોપીને સારબાઈબેન ઓળખી ગયા હતા.

જે મામલે સારબાઈબેન સહિતના ત્રણેય વૃધ્ધ મહિલાએ પોલીસને જાણ કરી હતી. જે મામલે સીટી પી.આઈ. એ.આર. ગોહિલે દોઢ મહિના બાદ આરોપી સલમા પઠાણ સામે 95 હજારના સોનાના દાગીનાની છેતરપિંડી મામલે આઈપીસીની કલમ 406 અને 420 મુજબ ગુનો નોંધી આરોપી મહિલાને રાજકોટ પોલીસ પાસેથી વિધિસર કબ્જામાં લઈ કાર્યવાહી હાથધરી છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...