Homeગુજરાતબાવળિયા આશરે 18 વર્ષથી ધારાસભ્ય છે, પણ તેના મત વિસ્તારમાં અંધશ્રધ્ધા અને...

બાવળિયા આશરે 18 વર્ષથી ધારાસભ્ય છે, પણ તેના મત વિસ્તારમાં અંધશ્રધ્ધા અને શિક્ષણનો અભાવ યથાવત !

-

જસદણ(Jasdan) અને વિછીયામાં(Vichhiya) 18 વર્ષ જેટલા સમય સુધી ધારાસભ્ય(MLA) રહેલા હોવા છતાં પોતાના મત વિસ્તારમાં ખૂબ જ ઓછું શિક્ષણ હોવાની વાતનો સ્વીકાર કરતા પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા(KuvarjiBhai Bavaliya).

સમગ્ર દેશમાં કોરોના વેક્સિન આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકોમાં જાગૃતિ લાવવાના અવનવા કાર્યક્રમો કરી રહી છે અને તેમાં રાજકોટ જિલ્લામાં પણ વેક્સિનેશન કામગીરી પુર ઝડપે ચાલે તો છે. પણ મહત્વની વાત એ છેકે, કેબિનેટ મંત્રી રહી ચૂકેલા કુંવરજી બાવળિયાના મત વિસ્તાર જસદણ અને વીંછિયામાં તાલુકામાં જિલ્લાનું સૌથી ઓછું વેક્સિનેશન નોંધાયું છે.

આ મુદાપર પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે, લોકોમાં અંધશ્રદ્ધા પણ છે જેથી તે લોકો કોરોના રોગની ગંભીરતા જે પ્રકારે લેવાવી જોઈએતે પ્રકારે કોઈ લેવામાં આવતી નથી.

અંધશ્રધ્ધા પાછળ ઓછું શિક્ષણ અને લોકોમાં જાગૃતિનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલએ ચૂંટણીકાર્ડના આધારે કોણ વેક્સિન લેવામાં બાકી છે તેવા લોકોને શોધવા અને તેઓને ફરજિયાત વેક્સિન અપાવવા સૂચના આપી છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, કુંવરજી બાવળિયા 1995થી 2009 સુધી જસદણ-વિંછીયાના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ત્યારબાદ 2009થી 2014 સુધી સંસદ સભ્ય પણ રહ્યા છે અને ફરી 2017થી અત્યાર સુધી ધારાસભ્ય પદે સેવા આપી છે.

આમ જોવા જઈએ તો તેઓ લગભગ 18 વર્ષ જેટલા સમયથી ધારાસભ્ય રહેલા હોવાછતાં પણ સાક્ષરતા મામલે તેમનો મત વિસ્તાર હજુ પણ ખૂબ જ પછાત છે. માત્ર એટલું જ નહીં, બાવળિયા B.SC બીએડ કરેલું છે તેમજ બાવળિયા વિછીંયાની અજમેરા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે પણ સેવા આપી ચુક્યા છે.

કુંવરજીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, અનેક કેમ્પમાં હું જાતે જઈને નિરીક્ષણ હતો અને મારી પાટીલ સાહેબ સાથે પણ કોન્ફરન્સ થઈ હતી અને તેઓએ પણ સૂચના આપી કે બુથ વાઇઝ કાર્યકરોની ટીમ બનાવો અને જે વ્યક્તિ બાકી છે તેનો સર્વે કરો અને વેક્સિન લેવા અપીલ કરો. હવે જસદણ અને વીંછિયા તાલુકાના બુથ વાઇઝ ડેટા એકઠો કરી આરોગ્ય અને અમારી ટીમ સાથે મળી આ દિશામાં મહતમ કામગીરી કરીશું.

Must Read