36 C
Ahmedabad

એલસીબીએ જસદણમાં ઘોડી પાસા રમતા 16 ઝડપ્યા, લોકોમાં ચર્ચા સ્થાનિક પોલીસ કેમ હતી અજાણ ?

Published:

Jasdan Local News Gujarati જસદણ : રાજકોટ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે જસદણ વિસ્તારમાં ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું છે. સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે શું સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કેમ અજાણ હશે ?

રાજકોટ જિલ્લાના જસદણ પાસે આવેલા ટોબરાના ધોરા ગામની સીમમાંથી ઘોડી પાસાનો જુગાર ચાલી રહ્યો હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળતા દરોડો કરી 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ટોબરા ગામે ચાલતા આ જુગાર પર દરોડા દરમિયાન પોલીસે રૂપિયા 1 લાખ 84 હજાર કરતા વધારે રોકડ રકમ અને કુલ રૂપિયા 3 લાખ કરતા વધારેના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. દ્વારા થયેલ કાર્યવાહીમાં 21 વર્ષથી 50 વર્ષની ઉંમરના આરોપીઓને ઘોડીપાસાના જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે. કુલ 16 આરોપીને ઝડપી જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આ તમામ કાર્યવાહી વચ્ચે સ્થાનિકોમાં એક ચર્ચા ચાલી રહી છે કે સ્થાનિક પોલીસ સ્ટેશન કેમ અજાણ હતું ?

એલસીબીએ જસદણમાં ઘોડી પાસા રમતા 16 ઝડપ્યા: Jasdan Local News Gujarati

પોલીસે ઝડપી પાડેલા આરોપીઓની વિગત નીચે મુજબ છે.

  1. રણજીતભાઇ કાનીભાઇ વાઢેર ઉં.વ. ૪૧, રહે- રાજકોટ.
  2. જગદિશ ઉર્ફે જગો વિભાભાઈ રાતળીયા, ઉં.વ.  34 રહે. રાજકોટ.
  3. ગોવિંદભાઈ ઉકાભાઈ ગળીયા, ઉં.વ.  35 રહે. જસદણ.
  4. આલાભાઈ પોલાભાઈ ગળીયા ઉં.વ.  41 રહે વાજસુપરપરા  જસદણ.
  5. જીલાભાઈ ગોબરભાઈ મુંધવા, ઉં.વ. 34, રહે. જસદણ.
  6. બટુકભાઈ નરભેરામભાઈ પંડ્યા, ઉં.વ. 45, રહે. જસદણ.
  7. વિજયભાઈ કેશાભાઈ વાલાણી, ઉં.વ. 26 રહે. વિંછીયા.
  8. ગિરીશભાઈ હેમંતભાઈ રાઠોડ, ઉં.વ. 50, રહે. વિંછીયા.
  9. સંદિપભાઈ કાનજીભાઈ મચ્ચીયાવા, ઉં.વ. 39, રહે. રાજકોટ.
  10. બેજુભાઈ બાબુભાઈ ચુડાસમા, ઉં.વ. 40 રહે. રાજકોટ.
  11. હરેશભાઈ દયાશંકરભાઈ પંડ્યા, ઉં.વ. 47 રહે. વિંછીયા.
  12. હિતેષભાઈ ઉર્ફે બકો ભાવેશભાઈ મકવાણા, ઉં.વ. 19 રહે. લોધિકા.
  13. રમેશભાઈ બાબુભાઈ મેજેઠીયા, ઉં.વ., 35 રહે. જસદણ.
  14. અરવિંદભાઈ હરજીભાઈ મજેઠીયા, ઉં.વ. 32, રહે. જસદણ.
  15. વિજયભાઈ નારણભાઈ સોલંકી, ઉં.વ. 23 રહે. રાજકોટ.
  16. સાગર વિરૂભાઈ સોલંકી, ઉં.વ. 21 રહે. રાજકોટ.

Related articles

Recent articles