Homeજાણવા જેવુંજાણો કોણ છે રાજકીય પક્ષોને કરોડોનું દાન આપનાર વિવાદિત લોટરી કિંગ માર્ટીન

જાણો કોણ છે રાજકીય પક્ષોને કરોડોનું દાન આપનાર વિવાદિત લોટરી કિંગ માર્ટીન

-

જાણવા જેવું ગુજરાતીમાં 2022 : રાજકારણ પૈસા વિના નથી થતું અને પૈસાદાર લોકો ફાયદા વિના પૈસા નથી આપતા. ટૂંકમાં પૈસા માટે બંને પક્ષે રાજકારણી અને અમીરી આલમ બંને એકબીજાના પુરક છે. ભારતમાં ઈલેક્ટ્રોલ બોન્ડ ધ્ધતીથી રાજકીય પક્ષોને દાન કરવાની એક પધ્ધતી છે. સરકાર આ પધ્ધતીને પારદર્શક કહે છે જ્યારે કેટલીક રીતે આ પધ્ધતી વિવાદમાં પણ છે. પરંતુ અત્રેવાત છે એક મોટા રાજકીય પક્ષના દાતાની કે જેમણે કરોડો રૂપિયા દાન વર્ષ 2020-21માં કર્યુ છે.

નાણાકીય વર્ષ 2021-2021 દરમિયાન કુલ રૂપિયા 258 કરોડના ઈલેક્ટ્રોલ બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગનો હિસ્સો એટલે કે 86.27 ટકા રૂપિયા 223 કરોડ 10 ઘનાઢય દાતાઓ એ કરેલ છે. જેમાં સૌથી મોટું દાન દેશના લોટરી કિંગ તરીકે પ્રખ્યાત સેન્ટીઆગો માર્ટીન કંપની ફ્યુચર ગેમિંગ અને હોટેલ્સ સર્વિસ દ્વારા આપવામાં આવ્યું છે.

એક અહેવાલ અનુસાર માર્ટીન તમિલનાડુના કોઈમ્બતુર ખાતે પોતાની ઓફિસ ધરાવે છે. જ્યારે ત્યાંથી અન્ય રાજ્યોમાં ખાનગી લોટરીના વ્યવસાયને ચલાવે છે. એક અંદાજ મુજબ છેલ્લા ત્રણ દાયકામાં દેશના સૌથી મોટા લોટરી વેચાણનો કારોબાર ધરાવે છે. લગભગ આ કંપની 15 હજાર કરોડ રૂપિયાનો વાર્ષીક કારોબાર કરે છે . હાલ આ કંપની લોટરી સહિત હોટલ, રિયલ એસ્ટેટ અને એનર્જી રિસોર્ટ જેવા વ્યવસાય પ ચલાવે છે.

જાણવા જેવું ગુજરાતીમાં: જાણો કોણ છે રાજકીય પક્ષોને કરોડોનું દાન આપનાર લોટરી કિંગ

માર્ટીનની કહાની પણ ફિલ્મી જેવી છે, જેમાં એક સાવ નાનો માણસ બાળક હોય અને સમયાંતરે અમીર થવા લાગે છે. માનવામાં આવે છે કે માર્ટીને મ્યાનમારથી મજુરીની શરૂઆત કરી હતી. તો કેટલાક કહે છે કે, તેણે માત્ર 13 વર્ષની ઉંમરથી જ લોટરી વેચવાનું કામ ચાલુ કરી દિધુ હતું.

આજે તમિલનાડુ સહિત પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પંજાબ, કર્ણાટક તેમજ મહારાષ્ટ્રમાં પણ તેમના વ્યવસાયનો વ્યાપ છે. 1000 જેટલા કર્મચારી અને 250 જેટલા લોટરી વિતરણના સ્થળો ધરાવે છે. અને પોતાના લક્કી ડ્રોમાં લોકોના વિશ્વાસને જાળવવા તે લાઈવ ટીવી પ્રસારણ કરી ડ્રો જાહેર કરે છે.

અઢળક સંપતિ હોય રાજકીય ઘરોબો હોય અને છબી ખરડાઈ ન હોય તેવું ભાગ્યે જ બને. આ કિસ્સામાં પણ તેવું જ જોવા મળે છે. વર્ષ 2007માં સી.બી.આઈ. એ સિક્કિમ સરકારના અધિકારોની મિલીભગત માટે એક કેસ કર્યો હતો. જેમાં માર્ટીન પર આરોપ હતો કે સિક્કિમ સરકારના બદલે તેણે પોતેજ સરકારી લોટરી વેચી કાઢી રૂપિયા 4,500 કરોડનું ગબન કર્યું છે.

વર્ષ 2019માં માર્ટીનને ઘરે અને બિઝનેસ સંકુલો ઉપર ઇન્કમ ટેક્સની રેડ પડી હતી જેમાં રૂ.7.5 કરોડની રોકડ અને રૂ.24 કરોડનું સોનું પકડાયું હતું. આ રેડ પહેલાના થોડા દિવસો પહેલા જ પોતાના એક ખાસ માણસની હત્યા અંગે પણ તેની સામે પૂછપરછ થઇ હતી. ઘટના એવવી હતી કે ઓફીસમાં જ આ વ્યક્તિનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો.  

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...