Janva jevu Gujaratima : આજના સમયમાં આધાર કાર્ડ (Aadhaar Card), પાન કાર્ડ (PAN Card) ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયા છે. આ દસ્તાવેજો દરેક મહત્વપૂર્ણ કામ કરવા માટે જરૂરી છે, પરંતુ તેને દરેક જગ્યાએ લઈ જવાથી આ દસ્તાવેજો ગુમ થવાનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં આ સમસ્યાને દૂર કરવા માટે વર્ષ 2015 માં ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન (DIC) એ લોકોને વધુ સારી ડિજિટલ સુવિધાઓ પ્રદાન કરવા માટે DigiLocker એપ લોન્ચ કરી. આ એપ મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (MeitY) ની મદદથી લોન્ચ કરવામાં આવી હતી. લોકો આ એપનો ઉપયોગ WhatsApp પર પણ સરળતાથી કરી શકે છે. WhatsApp પર તેનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો તેના વિશે જાણીએ.
વોટ્સએપ પર ડિજિલોકરનો કેવી રીતે ઉપયોગ કરવો?
વોટ્સએપ પર Digilocker નો ઉપયોગ કરવા માટે તમારે પહેલા myGov નો WhatsApp નંબર 9013151515 તરીકે સેવ કરવો પડશે. તેના પછી આ નંબર પર એક Hi મેસેજ મોકલવાનો રહેશે. તેના પછી તમે આ WhatsApp નંબર દ્વારા DigiLocker પર સેવ કરેલા ડોક્યૂમેન્ટ્સ સરળતાથી જોઈ શકશો. અહીંથી તમે પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે જેવા ઘણા ડોક્યૂમેન્ટ્સ સરળતાથી ડાઉનલોડ કરી શકશો જે તમે ડિજીલોકરમાં સેવ કર્યા છે.
આધારથી ડિજિલોકરને જરૂર કરો લિંક
DigiLocker ને આધાર કાર્ડ સાથે લિંક કરવું ખૂબ જ જરૂરી છે. આ સાથે તમે આધાર કાર્ડ સાથે રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવશો. આ સાથે તમે આધાર કાર્ડને ક્યાંય પણ ખોલીને ચેક કરી શકો છો. તમે તમારી જરૂરિયાત મુજબ આધારની PDF પણ ડાઉનલોડ કરી શકો છો.
આધાર અને ડિજિલોકરને લિંક કરવાનો પ્રોસેસ
- તેના માટે તમે તેની સત્તાવાર વેબસાઇટ https://www.digilocker.gov.in/ પર વિઝિટ કરો
- આગળ તમે ડિજિલોકર એકાઉન્ટમાં લોગિન કરો અને Link Now ઓપ્શન પર ક્લિક કરો
- આગળ આધાર નંબર અને મોબાઈલ નંબરને ફિલ કરો
- પછી તમને મોબાઈલ પર એક ઓટીપી આવશે, જેને અહીં દાખલ કરો
- પછી Submit ઓપ્શન પર ક્લિક કરી દો
- તેના પછી તમારુ ડિજિલોકર આધાર સાથે લિંગ થઈ જશે