28 C
Ahmedabad

તાજમહેલના બંધ 22 રૂમના વિવાદ વચ્ચે ASIએ જાહેર કરી તેમની તસવીરો, ખોલ્યું આ મોટું રહસ્ય

Published:

ગુજરાતીમાં જાણવા જેવું લખનૌ : ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ તાજમહેલના (Taj Mahal) 22 બંધ રૂમના ભોંયરાના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા છે. આ રૂમો ખોલવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણીના ત્રણ દિવસ પહેલા આ તસવીરો જાહેર કરવામાં આવી હતી. ASI એ 9 મેના રોજ તેનું જાન્યુઆરી 2022નું ન્યૂઝલેટર ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં રૂમની કેટલીક તસવીરો જાહેર કરવામાં આવી હતી. ખરેખર તો આ બંધ રૂમોમાં રિનોવેશનનું કામ કરવામાં આવ્યું હતું.

ASIના જણાવ્યા અનુસાર આ તસવીરો તે દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે વર્ષ 2022માં તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. આ તસવીરો ASIની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.

તે જ સમયે, તાજેતરમાં જ કોર્ટે આ રૂમો ખોલવાની અરજીને ફગાવી દીધી હતી. આગ્રા Agraમાં ભાજપના યુવા મીડિયા પ્રભારી, રજનીશ સિંહે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચ સમક્ષ અરજી કરી હતી જેમાં તાજમહેલના 22 બંધ દરવાજાઓની તપાસ માટે ASIને નિર્દેશ આપવાની માંગ કરી હતી. જેથી એ જાણી શકાય કે ત્યાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે કે નહીં. સિંહે દાવો કર્યો હતો કે તાજમહેલ વિશે ખોટો ઈતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે અને તેથી સત્ય શોધવા માટે દરવાજા ખોલવા જોઈએ.

તાજમહેલના બંધ 22 રૂમના વિવાદ વચ્ચે ASIએ જાહેર કરી તેમની તસવીરો- ગુજરાતીમાં જાણવા જેવું

અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે ગુરુવારે તાજમહેલની “સત્ય” બહાર લાવવા માટે “તથ્ય-શોધ તપાસ”ની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની ડિવિઝન બેન્ચે અરજી પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોર્ટ બેદરકારીપૂર્વક દાખલ કરવામાં આવેલી અરજી પર ભારતના બંધારણની કલમ 226 હેઠળ આદેશ આપી શકે નહીં.

Related articles

Recent articles