Homeજાણવા જેવુંજાણો... ચીનમાં લોકો બાળકોને મરઘીના લીહીના ઈન્જેક્શન આપી રહ્યા છે.

જાણો… ચીનમાં લોકો બાળકોને મરઘીના લીહીના ઈન્જેક્શન આપી રહ્યા છે.

-

Janva jevu Gujarati ma (ગુજરાતીમાં માહિતી) મીડિયા રીપોર્ટના અહેવાલ મુજબ ચીનમાં(Chin) મરઘીના(chicken) લાહીના(blood) ઈન્જેકસન લગવવાની રીતસરની માતા-પિતામાં હોડ લાગી છે,

ચીનના લોકો તેમના અજીબોગરીબ ખાવા-પીવા માટે દુનિયાભરમાં જાણીતા છે. એવું કહેવાય છે કે ચાઈનીઝ કંઈપણ ખાઈ શકે છે. હવે ચીનમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. અહીં લોકો બાળકોને ચિકન બ્લડના ઈન્જેક્શન આપી રહ્યા છે. આ જાણીને તમે કદાચ વિશ્વાસ નહીં કરો, પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું છે.

આવો જાણીએ ચીનમાં લોકો આવું કેમ કરે છે?
ચીનમાં બાળકોના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય તે માટે લોકો બાળકોને ચિકન બ્લડના ઈન્જેક્શન આપી રહ્યા છે. ચીનમાં બાળકોને સુપર કિડ્સ બનાવવાની આડમાં પેરેન્ટ્સ આ અજીબોગરીબ કામ કરી રહ્યા છે. આ જાણીને તમને અજીબ લાગતું હશે, પરંતુ ચીનમાં આ ગેમ ઘણા સમયથી ચાલી રહી છે.

એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં માતા-પિતા બાળકોના શરીરને ચપળ બનાવવા માટે ચિકન બ્લડના ઈન્જેક્શન લગાવી રહ્યા છે. આ સિવાય એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેના કારણે બાળકોમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત આવી રહ્યો છે. ચિકન બ્લડના ઈન્જેક્શનને લઈને અનેક દાવા કરવામાં આવી રહ્યા છે.

Janva jevu Gujarati ma (વાંચો વધુ)

ચિકન બ્લડનું ઇન્જેક્શન લગાવવાની સ્પર્ધા ચાલી રહી છે – રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઈન્જેક્શન લગાવ્યા બાદ કેન્સર અને ટાલ પડવાની સમસ્યાને દૂર કરી શકાય છે. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે ચિકનના લોહીમાં સ્ટેરોઇડ્સ જોવા મળે છે, જે બાળકોને અભ્યાસ અને રમતગમતમાં ઝડપી બનાવે છે. ચીનમાં બાળકોને ચિકન બ્લડનું ઇન્જેક્શન આપવાની સ્પર્ધા ચાલી રહી છે જેથી કરીને બાળકોને સુપર કિડ્સ બનાવી શકાય. જેના કારણે ચીનમાં ચિકન બેબીનો ક્રેઝ વધી રહ્યો છે. લોકોને જોઈને અન્ય વાલીઓ પણ આવું કરી રહ્યા છે જેથી તેમનું બાળક પણ આગળ વધી શકે.

એક રિપોર્ટ અનુસાર ચીનના બાળકોની આંખો નબળી હોય છે. લગભગ 71 ટકા મિડલ સ્કૂલના બાળકો અને લગભગ 81 ટકા હાઈ સ્કૂલના બાળકોની દૃષ્ટિ નબળી હોય છે.

Must Read