Homeજાણવા જેવું8 કરોડ ખર્ચ્યા બાદ પણ કોરોના સામે જીવન હાર્યુ, દેશની સૌથી લાંબી...

8 કરોડ ખર્ચ્યા બાદ પણ કોરોના સામે જીવન હાર્યુ, દેશની સૌથી લાંબી સારવાર

-

Janva jevu Gujarati : એક તરફ દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ રાજકિય કાર્યક્રમોના (Political Events) આયોજનો થાય છે. સાથે જ મોટી સંખ્યામાં બેદરકાર લોકો તહેવારોની ખરીદી કરવા બજારમાં ભીડના સ્વરૂપે જોવા મળે છે. ત્યારે આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેના પરથી કોરોનાની ગંભીરતા સમજી શકાય છે.

કેટલા મહિનાથી સારવાર ચાલતી હતી ?

ચેન્નઈની અપોલો હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેલા દર્દી ધર્મજયસિંહનું 50વર્ષની વયે કોરોનાના કારણે મૃત્યુ થયુ છે. મધ્યપ્રદેશના રીવાના ગામના વ્યસાયે ખેડૂત એવા ધર્મજયસિંહ છેલ્લા 8 મહિનાથી (254 દિવસ) એપોલો હોસ્પિટલ ચેન્નઈ ખાતે સારવાળ હેઠળ હતા. ત્યાં લંડનના ડૉકટર્સ પણ તેમનું મોનિટરિંગ કરી રહ્યા હતા. છતા પણ તેમનું મૃત્યુ થયુ છે.

આ પહેલા સૌથી લાંબી સારવાર કોની ચાલી હતી ?

દેશમાં કોરોનાની સૌથી લાંબી સારવાર 254 દિવસ (8 મહિના) ખેડૂત ધર્મજયસિંહની ચાલી છે. ચેન્નઈની અપોલો હોસ્પિટલ ખાતે ચાલેલી આ સારવાર પહેલા પણ એક દર્દીની સારવાર ખુલ લાંબી ચાલી હતી. મેરઠના વિશ્વાન સૈનીની સારવાર 130 દિવસ સુધી ચાલી હતી જેમણે કોરોનાને મહાત આપવામાં સફળતા મેળવી હતી.

કેટલા કરોડનો ખર્ચ કર્યો ?

વર્ષ 2021 ના એપ્રિલ મહિનામાં કોરોના પઝિટિવ થયેલા ધર્મજયસિંહની સારવાર છેલ્લા 8 મહિનાથી અપોલો હોસ્પિટલમાં ચાલતી હતી.  સારવારમાં લંડનના ડોકટર્સ પણ મોનિટરિંગ કરતા હતા. જેના માટે તેમને 8 કરોડ રૂપિયાનો માતબાર ખર્ચ થયો હતો.   

કરોડોનો ખર્ચ ક્યાંથી કર્યો ?

એક અહેવાલ મુજબ ધર્મજયસિહંના પરિવારે તેમની સારવાર માટે 8 કરોડ રૂપિયાનો માતબાર ખર્ચ કર્યો હતો. તેમજ સારવાર માટે પરિવારે 50 એકર જેટલી જમીન પણ વેચી નાખી છે.

ક્યારે અને કેવી રીતે લઈ જવાયા ચેન્નઈ ?

2021 ના વર્ષની 30 એપ્રિલના રોજ ધર્મજયસિંહનું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યુ હતું. આ સેમ્પલનું પરિણામ 2 મે ના રોજ તેઓ કોરોના પોઝિટિવ હોવાનું આવ્યુ હતું. તેમના બ્લડપ્રેશરની તકલિફને કારણે તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને સારવાર દરમિયાન બ્રેનહેમરેજ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. સારવાર બાદ પણ સ્થિતિમાં ખાસ સુધારો નહીં થતા તારીખ 18 મી મેના રોજ તેમના માટે એરએમ્બ્યુલન્સની સુવિધા કરી ચેન્નઈ ખાતે રેફર કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓની સારવાર ચેન્નઈની અપોલો હોસ્પિટલ ખાતે ચાલી રહી હતી.

શું છે એકમોની સારવાર

ચેન્નઈ ખાતે વધારે સારવાર માટે ખસેડાયેલા ધર્મજયસિંહના ફેફસામાં ભયંકર સંક્રમણ હોવાની વાત સામે આવી હતી. તેમના ફેફસા 100 ટકા સુધી સંક્રમિત થયા હતા જેની જટીલ સારવાર કરતા તેઓ 4  જ દિવસમાં કોરોના સંક્રમણથી મુક્ત બન્યા હતા. પરંતુ તેમને ફેફસામાં થયેલી નુકશાનીને કારણે ખાસ એક્મો મશીનની મદદથી પ્રાણ પુરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Echmo treatment machine used during covid
Echmo treatment machine used during covid

કેટલો ખર્ચ થાય એક્મો મશીનની સારવાર માટે

એક્મો મશીનની સારવારને વેન્ટિલેટર પણ કામ ન આપે ત્યારે વધારે ગંભીર સ્થિતીને કંટ્રોલ કરવા અપાતી હોય છે. આ મશીન દર્દીના શરીરમાંનું લોહી બહાર કાઢી ઑક્સિજન આપવા વપરાય છે. બાદમાં આજ લોહીને ફરી શરીરની અંદર ફરતું કરવામાં આવે છે. આ કૃત્રિમ રીતે થતી પ્રક્રિયા શરીરના ઑક્સિજન લેવલને કાબુમાં રાખે છે. આ સારવાર માટે 4થી 5 લાખ રૂપિયાની જરૂરિયાત પડે છે. ઈલાજ ચાલુ રાખવા માટે દરરોજ 2 લાખ રૂપિયાની જરૂર પડે છે.

મૃતક ખેડૂત ધર્મજયસિંહ કોણ હતા ?

કોરોનાના કારણે સૌથી લાંબી સારવાર મેળવ્યા બાદ પણ જીવન ન બચી શક્યું એ કેટલી ગંભીર બાબત છે એ સમજી શકાય છે. પંરતુ ત્યારે પ્રશ્ન ઉદભવે કે આટલા મોટા ખર્ચ કરનાર મૃતક ખેડૂત હતી કોણ ? ધર્મજયસિંહ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે પુરસ્કૃત થયેલા ખેડૂત હતા. જેમને સ્ટ્રોબેરી અને ગુલાબની ખેતીને વિંધ્ય ક્ષેત્રમાં ઓળખ આપી હતી. તેઓ સંક્રમિત થયા ત્યાં સુધી તેઓ કોરોના કાળથી પીડાતા લોકોની સેવા કરતા રહ્યા હતા. જ્યારે તેમના પરિવારે મધ્યપ્રદેશ સરકાર પાસે મદદ માંગ ત્યારે સરકાર 4 લાખ રૂપિયાની આર્થિક સહાય કરી હતી.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...