Homeરાષ્ટ્રીયમોંઘવારીથી પરેશાન છો ? તો મિસકોલ કરો...

મોંઘવારીથી પરેશાન છો ? તો મિસકોલ કરો…

-

Jan Jagruti Abhiyan – ‘જન જાગરણ અભિયાન’ હેઠળ કોંગ્રેસે(Congress) મોંઘવારી સામે લડત આપવા મિસકોલ(missed call) અભિયાન શરુ કરી રહી છે, અને રવિવારથી નંબર શરુ કરવામાં આવશે.

મોંઘવારી મુદ્દે સરકાર સામે ‘જન જાગરણ અભિયાન’ ( Jan Jagruti Abhiyan ) હેઠળ કોંગ્રેસ પણ લોકોને ડિજિટલ રીતે પોતાની સાથે જોડશે. રવિવારથી શરૂ થઈ રહેલા આ અભિયાનમાં જોડાવા માટે પાર્ટીએ નંબર જારી કર્યો છે. કોઈપણ વ્યક્તિ તેના પર ‘મિસ કોલ’ આપીને પાર્ટીના મોંઘવારી સામેના અભિયાનને સમર્થન આપી શકે છે.

પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના વડા રોહન ગુપ્તાએ કહ્યું કે કોઈપણ વ્યક્તિ 1800 212 000011 પર મિસ્ડ કોલ આપી શકે છે.

મિસ્ડ કોલ આપવા પર લોકોને એસએમએસ મળશે. તેની સાથે ડિજિટલ ફોર્મ આવશે. ફોર્મ ભરીને લોકો ‘જનજાગરણ અભિયાન’ માટે પોતાનો ટેકો આપી શકે છે. ‘જન જાગરણ અભિયાન’ અંતર્ગત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દેશના વિવિધ વિસ્તારોમાં પદયાત્રા કરશે.

તે સામૂહિક સંવાદ અને અન્ય આઉટરીચ કાર્યક્રમો દ્વારા શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. પાર્ટીનો પ્રયાસ છે કે આ અભિયાન દ્વારા મોટી સંખ્યામાં લોકો, ખાસ કરીને મહિલાઓને મોંઘવારી સામેના આંદોલન સાથે જોડવામાં આવે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....